________________
પ્રસ્તાવના “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની ગ્રંથમાલામાં પ્રકાશિત થયેલા ગ્રંથ ૧ થી ૭ ના અનુસંધાનમાં આ ગ્રંથ ૮ પ્રકાશિત થાય છે.
ઈ. સ૧૮૧૭ ના નવેમ્બરની આખરે, ગુજરાતનું પાટનગર ગણાતા અમદાવાદમાં ભદ્રના કિલા ઉપર યુનિયન જેક ફરક્યો અને ઈ. સ. ૧૯૪૭ ના ઑગસ્ટની ૧૫મીએ ભારતનાં સર્વ સ્થળોએ એના સ્થાને આઝાદ ભારતને રાષ્ટ્રધ્વજ ફરક્યો એ બે સમયાવધિ વચ્ચેના ગાળાને ગુજરાતના ઇતિહાસમાં બ્રિટિશ કાલ ગણાય. પરંતુ પ્રદેશની ફેરબદલીના કરારને આખરી સ્વરૂપ બીજા વર્ષે અર્થાત ૧૮૧૮માં અપાયું હેઈ, અહીં એની પૂર્વમર્યાદા ત્યારથી ગણવામાં આવી છે. ક્ષત્રપ કાલ, મૈત્રક કાલ, સોલંકી કાલ, સલ્તનત કાલ અને મુઘલકાલની સરખામણીએ લગભગ ૧૩૦ વર્ષને આ સમયગાળા ઓછા લાંબો ગણાય. પરંતુ આ નિકટતમ અતીત કાલખંડને લગતી સામગ્રી એટલા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે ને એ કાલનું સાંસ્કૃતિક જીવન એટલું બધું વૈવિધ્ય ભર્યું છે કે આ ગ્રંથમાળાના માળખામાં સમસ્ત બ્રિટિશકાલને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસને સમાવો મુશ્કેલ પડે. આથી પહેલેથી જ આ કાલના ઈતિહાસ માટે દોઢેક ગ્રંથને વિસ્તાર ફાળવવામાં આવેલ. આ ગ્રંથમાં બ્રિટિશ કાલને ઈ. સ. ૧૯૧૪ સુધીને જ ઇતિહાસ આલેખાયેલે છે, એ પછીને ઈતિહાસ ગ્રંથ માં આપવામાં આવશે.
ફિરંગીઓ અને વલંદાઓના ધીકતા વેપારથી પ્રેરાઈને ઈ. સ. ૧૬૦૦ માં અંગ્રેજોએ ભારત વગેરે પૂર્વના દેશો સાથે વેપાર કરવા “ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરી ને એનું પહેલું વેપારી વહાણ ઈ. સ. ૧૬૦૮ માં સુરત બંદરે લાંગર્યું, ત્યારથી અંગ્રેજો ગુજરાતના સંપર્કમાં આવ્યા હતા. ૧૯૧૩થી ૧૬૧૮ દરમ્યાન તેઓને ગુજરાતમાં વેપાર કરવાની પરવાનગી મળી. સુરતની કોઠી હિંદનાં બધાં બ્રિટિશ વેપારી થાણાંનું વડું મથક બની. આ તબક્કાની રૂપરેખા “મુઘલકાલના પ્રકરણ ૫ માં પરિશિષ્ટ રૂપે આપી છે.
- ઈ. સ. ૧૭૫૮ થી અંગ્રેજો અહીંના રાજકારણમાં પ્રવેશ કરી પ્રદેશ પ્રાપ્ત કરવા માંડ્યા ને પેશવાઓ અને ગાયકવાડો વરચેના ખટરાગને લાભ લઈ તેઓએ ધીમે ધીમે ગુજરાતમાં અનેક પ્રદેશો પર પિતાની સત્તા જમાવ્યા કરી. આ