________________
ર
બ્રિટિશ કાટ એક વનમાં અંહી અને બલદને માહે માહે ઘણુ મીત્રાઈ પડી તે એક શીઆલે પિતાના શવારથ શારૂં આઘું પાછું શમાવીને તેડી નાખી
રાજપુત્રો પુછવા લાગા હે માહારાજ તે કેમ થઉ હશે વીશભુશરમા કેહે. છે શાંભલે” (પૃ. ૫) "
કેપ્ટન જ્યોર્જ જર્વિસના એક ગ્રંથને વિદ્યાના ઉદ્દેશ, લાભ અને સંતોષ મથાળે મુંબઈના કેઈ જગન્નાથ શાસ્ત્રી ક્રમવંતની સહાયથી સન ૧૮૩૦ના આરંભમાં દેવનાગરી લિપિમાં લિથે-છાપખાનામાં છપાયેલે અનુવાદ વધુ સુશ્લિષ્ટ: સ્વરૂપ ધરાવે છે; જેવું કે
કઈ પણ એક વિદ્યાના જ્ઞાન થકી જે લાભ અને સંતોષ થાય છે, તે જાણવા સારુ તે જ વિદ્યામાં માહિત થાવું જોઈયે અને એ માટે. પૂર્વેના વિદ્યાવાનેયે જે વિદ્યાઓ પ્રસિદ્ધ કરી છે. તેઓના અભ્યાસે કરીને જે લાભ થાય છે, તે સઘળા લાભ વિદ્યાના જુદા જુદા ભાગ શિખવ્યા વગર ધ્યાનમાં આણુ અપાતા નથી.” (પૃ. ૧)
જોડણી એકધારી રાખવાને શિષ્ટ પ્રયત્ન છે, છતાં એમાં કરીને બદલે બેલીગત બહુવચન કરી જોવા મળે છે: “ચાલ શી છે' જેવા શિષ્ટ પ્રયોગ આ નમૂનામાં સુલભ છે.
આ પૂર્વે સન ૧૮૨૬માં કે. જર્વિસે શ્રી જગન્નાથ શાસ્ત્રી ક્રમવંત પાસે કર્તવ્યભૂમિતિ' શીર્ષકથી કર્નલ પારલીના ગ્રંથને અનુવાદ એવી જ રીતે દેવનાગરી લિપિમાં લિથે-છાપખાનામાં છપાવેલે તે પણ શિષ્ટ રૂપ રજૂ કરે છે; જેમ કે
“એ આજ્ઞા આપ્યા પછિ શિખવનારે પિતે કર્તવ્યભૂમિતી એ શબ્દ ભોટા અક્ષરે પાટી ઉપર લખે–તે પાટી બદ્ધા શિખનારાઓની નજર પગશે ને તે બદ્ધા તે પાટી ઉપરના અક્ષરો જોઈને તે અક્ષર પરમાણે અક્ષરે લખવા સકશે એને ઉંચે ઠેકાણે રાખવી. તથા તે પાટી આ કામ માટેના કેટલાક શબ્દ તથા બિજુ લખવું લખવાનું પુરી થાશે એવી ભ્રોટી જોઈએ.” (પૃ. ૧).
આમાં પણ બેલીગત પુગશે' જેવું ક્રિયારૂપ જોવા મળે છે. આ ભાષાસ્વરૂપ મુંબઈમાં પ્રચલિત હતું એમ જોઈ શકાય છે. જગન્નાથ શાસ્ત્રી સંસ્કૃતને, જ્ઞાતા હે ઈ સંસ્કૃત શબ્દની જોડણમાં સાવધાન જોવા મળે છે.
સન ૧૮૩૮ માં કઈ ગંગાધર શાસ્ત્રી ફડકેનું લખેલું ગુજરાતી ભાષાનું