________________
બ્રિટિશ કણ
પ્રકાશિત થયું; એવી રીતે એમણે ગુજરાતમાંના પાંચ જિલ્લાઓને લગતા ગ્રંથ ૨-૪નું સંકલિત ભાષાંતર કર્યું તે “ગુજરાત સર્વસંગ્રહ તરીકે બીજે વર્ષે બહાર પડયું.
મુંબઈ ઇલાકાના ગેઝેટિયરની આ યોજનામાં ઇતિહાસ અને વસ્તીને લગતા બે વિશિષ્ટ ગ્રંથને પણ સમાવેશ કરાયું હતું. આ પૈકી ઇતિહાસને લગતો ગ્રંથ ૧ ૧૮૯૬માં અર્થાત ગ્રંથ ૨-૮ ના પ્રકાશન પછી ૧૨ વર્ષે પ્રકાશિત થયે. એને ભાગ ૧ ગુજરાતના ઇતિહાસને લગતે છે૧૨ ને એને અન્વેષણ તેમ નિરૂપણ એ સમયની ઉપલબ્ધ સર્વવિધ સાધન-સામગ્રીના આધારે કરેલ છે. આથી ગુજરાતના ઇતિહાસને લગતા અર્વાચીન ગ્રંથમાં એ અગ્રિમ સ્થાન ધરાવે છે.
ગુજરાતની વસ્તી અર્થાત વિવિધ જ્ઞાતિઓ વિશેને ગ્રંથ ૮ બે ભાગમાં લખાયું છેઃ ખંડ ૧ હિંદુ વસ્તીને લગતે છે, જેમાં બ્રાહ્મણે લહિયા વેપારીઓ રાજપૂતે ખેડૂતે કારીગરે ભાટચારણે અને ગાય–નટે, વસવાયા કેળાઓ કાઠીઓ માલધારીઓ, આદિવાસી જાતિઓ, પછાત વર્ગો વગેરે વર્ગીકૃત ખંડમાં દરેક હિંદુ જ્ઞાતિની વસ્તીઓછી માહિતી આપવામાં આવી છે. આ માહિતી ભીમભાઈ કિરપારામે જહેમતપૂર્વક એકત્ર કરી હતી. ગ્રંથ ૯ ને આ ભાગ ૧૯૦૧ માં પ્રકાશિત થયે. મુસલમાન અને પારસીઓને લગતે ભાગ ૨ એ અગાઉ ૧૮૯૯ માં બહાર પડ્યો. એમાં ગુજરાતની મુસલમાન કેમો તથા તેના રીતરિવાજ વગેરે વિશેન વૃત્તાંત ખા. બ. ફઝલુલ્લાહ લુલ્લુલ્લાહ ફરીદીએ તૈયાર કરેલો, જ્યારે ગુજરાતના પારસીઓના વસવાટ રીતરિવાજ વગેરેને લગતી માહિતી ખરસેદજી નસરવાનજી સીરવાઈએ અને ખા. બ. બમનજી બેહરામજી પટેલે સંયુક્ત રીતે તૈયારી કરી હતી. ગેઝેટિયરને આ આ ગ્રંથ ગુજરાતના એ સમયના સામાજિક તથા ધાર્મિક ઈતિહાસ અંગે ઘણો ઉપયોગી નીવડ્યો છે. મુંબઈ ઇલાકાનું ગેઝેટિયર જેને ટૂંકમાં બબ્બે ગેઝેટિયર” કહે છે તેને લગતા આ સાડા આઠ ગ્રંથ૧૩ આમ ગુજરાતના આ કાલખંડના પહેલા છ-સાત કે વધુમાં વધુ આઠ દસકાના રાજકીય વહીવટી આર્થિક સામાજિક અને ધાર્મિક ઈતિહાસ વિશે સત્તાવાર ધરણે એકત્ર કરાયેલી શ્રદ્ધેય માહિતીના વર્ગીકૃત એકત્રીકરણ દ્વારા વિપુલ માહિતી પૂરી પાડે છે.
આ કાલખંડના પછીના દસકાઓ દરમ્યાન આ ગેઝેટિયરની કેઈ પુનરીક્ષિત અને પૂરક આવૃત્તિ થઈ ન હેઈ, એ સમયના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ માટે ગેઝેટિયરની સમકાલીન સામગ્રી સાંપડતી નથી, પરંતુ દેશના દ્વિભાજન પછી ગુજરાત રાજ્ય સરકારે ગેઝેટિયરના ગ્રંથ નવેસર તયાર કરી બહાર પાડવા માંડ્યા