________________
બ્રિટિશ કાહ હિંદુસ્તાનના એ વખતના ગવર્નર-જનરલ ડેલહાઉસીનું સ્ત્રી-કેળવણી પરત્વનું, વલણ કુણું હતું. શિક્ષણની સમિતિ-અકાઉન્સિલ ફોર એજ્યુકેશનને માર્ગદર્શન આપતાં એમણે જાહેર કર્યું હતું કે “ઈ. સ. ૧૮૫૪ ના ખરીતામાં શિક્ષણની જે જવાબદારી છે તે સરકારે સ્વીકારવી જોઈએ. આમ વૂડના ખરતાથી સ્ત્રીકેળવણીના ક્ષેત્રમાં ભારે ખર્ચ કરવાને અનુરોધ કર્યો. પરિણામે ઈ. સ. ૧૮૫૪ થી ૧૮૬ર. ને આઠ જ વર્ષના ગાળામાં ૩૧ નવી કન્યાશાળા શરૂ થઈ અને એમાં પણ ૧૮૫૬-૫૭ના એક જ વર્ષમાં પાંચ થઈ. આ એક એવું વર્ષ હતું કે જ્યારે ભારતની પ્રજા બ્રિટિશ સલ્તનતને ઉખાડી ફેંકવાના મિજાજમાં હતી. ત્યારપછી ઈ. સ. ૧૮૫૯ માં પાંચ શાળા અને ઈ. સ. ૧૮૬૨ માં આશ્ચર્યકારક રીતે ૧૧ શાળા શરૂ થતાં શાળાઓની સંખ્યા ૬૨ ની થઈ, જે આગળ જોયું તે પ્રમાણે ઈ. સ. ૧૮૫૩ ના અંતે માત્ર ૨૨ ની જ હતી. ત્યારપછી ઈ. સ. ૧૮૬૬ માં આઠ અને ઈ. સ. ૧૮૬૭ માં ૧૦ શાળા ઉમેરાઈ. આમ શાળાઓની સંખ્યાની વૃદ્ધિ સાથે શાળાએ જતી કન્યાઓની સંખ્યા પણ આશ્ચર્યકારક રીતે વધી, એટલે કે ઈ. સ. ૧૮૫૪ થી ઈ. સ. ૧૮૬૦ ના ગાળામાં શાળાએ જતી કન્યાઓની સંખ્યા લગભગ ૨,૦૦૦ ના આંકડા સુધી પહોંચી એટલે કે વિદ્યાથીઓની કુલ ૪,૬૬૯ ની સંખ્યામાંથી ૧,૮૩૯ સ્ત્રીઓની સંખ્યા નોંધાઈ છે, જેમાંથી ૧,૪૦૫. કન્યા હિંદુઓની, ૧૪૧ મુસલમાનોની, ૨૯ર પારસીઓની અને એક કન્યા અન્ય
જતિની હતી. ઈ. સ. ૧૮૫૪ના ખરીતામાં સ્ત્રી શિક્ષણ વિશેની ભલામણો અને છોકરીઓની કેળવણી માટેની જે આશા જન્માવી હતી તે વસ્તુતઃ સિદ્ધ થઈ નહિ. ઈ. સ. ૧૮૫૭ના વિપ્લવથી સરકારે મિશનરીઓની શિક્ષણપ્રવૃત્તિને કુંઠિત કરી નાંખી. આ ગાળા દરમ્યાન સ્ત્રીશિક્ષણના ક્ષેત્રે હજી માધ્યમિક શિક્ષણની શરૂઆત થઈ ન હતી, પરંતુ સ્ત્રી શિક્ષકોને તૈયાર કરવાનો પ્રયત્ન ઈ. સ. ૧૮૭૦ થી શરૂ થયો. કુ. કાપેન્ટરે અમદાવાદમાં નર્મલ સ્કૂલની સ્થાપના કરી, જે ઈ. સ. ૧૮૭૪ થી મહાલક્ષ્મી ટ્રેઈનિંગ કૅલેજના નામે ઓળખાઈ. (ઈ) ઈ. સ. ૧૮૮૨ થી ઈ. સ. ૧૯૧૪ સુધી
આ ગાળા દરમ્યાન સ્ત્રી-શિક્ષણના વિસ્તરણનું કાર્ય વધુ ઝડપી બન્યું અને ગુજરાતે સર્વ પ્રથમ માધ્યમિક શિક્ષણક્ષેત્રે પદાર્પણ કર્યું એ આ ગાળાની પ્રમુખ વિશેષતા ગણાય. ઈ.સ. ૧૮૮૨માં નિમાયેલા હન્ટર શિક્ષણપંચે સ્ત્રીકેળવણુને પ્રશ્ન ઝીણવટપૂર્વક તપાસ્ય. એણે દર્શાવ્યું હતું કે આગળ પડતા હોય એવા ઘણાખરા પ્રાંતમાં ૯૯ ટકા જેટલી શાળા-વયકક્ષાની છોકરીઓ હજુ શાળાના શિક્ષણથી વંચિત હતી. શિક્ષણપંચની તપાસમાં સ્ત્રીઓની કુલ વસ્તીમાંથી ૯૮૭