________________
કેળવણી મુંબઈમાં કલાશાળા (સર જમશેદજી જીજીભાઈ સ્કૂલ ઓફ આર્ટ) શરૂ કરાઈ હતી. આ સંસ્થા શરૂઆતથી ગ્રેડ ૧, ૨, ૩ ની ચિત્રની પરીક્ષા લેતી હતી.
આ સંસ્થાએ શરૂઆતમાં ચિત્રશિક્ષકો માટે બે કલાક અંશકાલીન અભ્યાસક્રમ શરૂ કર્યો હતો. ત્યારબાદ ડિઝાઈન તથા ઍન્ગવિંગના વર્ગ એણે શરૂ કર્યા હતા. ૧૮૭૧ માં એનું સંચાલન સરકારે સંભાળ્યું હતું. ૧૮૮૭ માં ચિત્રશિક્ષકે માટે વર્ગ શરૂ કરાયો હતો. ૧૯૦૧ પછી એમાં ઘણા વિભાગ ઉમેરાયા હતા. પિઈટિંગ મૅડેલિંગ અને સ્થાપત્યના ડિપ્લેમા–કેર્સ આ સંસ્થાએ શરૂ કર્યા હતા. ભારતીય ચિત્રકલાને પણ સ્થાન અપાયું હતું. ગુજરાતના પ્રખ્યાત કલાગુરુ રવિશંકર રાવળે આ સંસ્થામાં તાલીમ લીધી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના પર્યત કલાશિક્ષણ માટે આ એક જ સંસ્થા હતી, ઍમ્બે ગેઝેટિયર, ગ્રં. માં જણાવ્યા પ્રમાણે કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભૂજમાં ૧૮૭૭–૭૮ માં એક કલાશાળા શરૂ કરી હતી.
સંગીત માટે વડોદરા સિવાય કોઈ પણ સ્થળે શિક્ષણની વ્યવસ્થા અસ્તિત્વમાં ન હતી. ૧૮૮૬માં વડોદરામાં સ્થપાયેલી સંસ્થા કંઠય અને વાદ્ય સંગીતની સુંદર તાલીમ આપતી હતી. વડોદરા રાજ્યના નવસારી, અમરેલી તથા પાટણમાં સંગીતશાળાઓ હતી. રજવાડાંઓમાં સંગીતકારોને પ્રોત્સાહન અપાતું હતું. તેઓ શિષ્ય પરંપરા પ્રમાણે તાલીમ આપતા હતા.
ગુજરાતમાં ભોજક કે નાયકની સમગ્ર જ્ઞાતિ અભિનયકલાને વરેલી હતી. એમણે ઉર્દૂ તથા ગુજરાતી રંગભૂમિને કુશળ અદાકારી પૂરી પાડીને ગુજરાતમાં લેકનાટય તથા ધંધાદારી રંગભૂમિને જીવતી રાખી.
આમ ધંધાદારી તથા લલિત કળાના શિક્ષણ માટે ૧૯૧૪ સુધીમાં છૂટાછવાયા પ્રયાસ થયા હતા.૩૫
કન્યા-કેળવણી ઈ.સ. ૧૮૧૩ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પિતાની સત્તા નીચેના પ્રદેશમાં કેળવણી માટે ખર્ચ કરવાની જોગવાઈ કરી, પણ સ્ત્રી-કેળવણુ વિશે એણે ઉપેક્ષા સેવી. ઈ.સ. ૧૮૧૩ના ચાર્ટરમાં હિંદી સ્ત્રીઓની કેળવણું અર્થે નાણું ખર્ચવાની કઈ જોગવાઈ ન હતી. ઈ.સ. ૧૮૨૨ થી ઈ.સ. ૧૮૩૮ સુધીમાં મદ્રાસ મુંબઈ અને બંગાળમાં કેટલીક શૈક્ષણિક તપાસો હાથ ધરવામાં આવી, પરંતુ એ તપાસમાં છેકરીઓને ભણવા માટે કોઈ ખાસ જોગવાઈ હોવાનું જણાતું નથી. ઈ.સ. ૧૮૨૩-૨૫માં શૈક્ષણિક તપાસમાં એવું નોંધાયું છે કે મુંબઈ રાજ્યમાં