________________
કેળવણું
૩ર
૧૯૧૪ના ગાળા દરમ્યાન અહીં સંસ્કૃત વ્યાકરણ ટ્વેદ યજુવેદ તથા તિષ -શીખવાતાં. એમાં લગભગ ૪૦ જેટલા વિદ્યાર્થીઓ ભણતા. પરગામના વિદ્યાર્થીઓ માટે એક વિદ્યાર્થી—આશ્રમ ખોલવામાં આવ્યો હતે.૧૭ નાંદેલની પાઠશાળા તિષવિદ્યાનું ખાસ કેન્દ્ર હતી.
એ યુગમાં જામનગર “છેટી કાશી' કહેવાતું. સૌરાષ્ટ્રને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ત્યાં સંસ્કૃતને અભ્યાસ કરવા જતા. કાળિદાસ શાસ્ત્રી જેવા વિદ્વાને ત્યાં વિદ્યાર્થીઓને ભણાવતા. ત્યાંથી ભણીને નીકળેલા વિદ્યાર્થીઓ અન્યાન્ય નગરોની પાઠશાળાઓના આચાર્ય તરીકે નિમાતા. પરબંદરની રાજકીય પાઠશાળામાં જામનગરથી ભણીને ગયેલા પ્રાગજી શાસ્ત્રી અને એમના પછી એમના જમાઈ બલદેવ શર્મા આચાર્ય હતા. ખાનગી પાઠશાળાઓ પણ ત્યાં હતી, જ્યાં પડધરીના વિખ્યાત રેવાશંકર શાસ્ત્રી વેદને અભ્યાસ કરાવતા. પોરબંદરની રાજકીય પાઠશાળામાંથી શાસ્ત્રી કાશીરામ કરશનજી બાંભણિયા માંગરોળમાં ૧૯૦૧ માં સ્થપાયેલી પાઠશાળામાં આચાર્ય તરીકે ગયા. ૧૯૦૩ માં ત્યાં વૈષ્ણવ પાઠશાળા સ્થપાઈ ને વ્યાકરણ છંદ કાવ્ય નાટકે ને વેદાંતનું શિક્ષણ અપાવા લાગ્યું. માંગરોળમાં એક વેદશાળા પણ સ્થપાયેલી, જયાં સ્વર-સહિત મુખ્યત્વે યજુર્વેદસંહિતા શીખવવામાં આવતી. કર્મકાંડી બ્રાહ્મણે તે તે તે નગરમાં પિતૃપરંપરાથી સ્વરહિત પિતાપિતાના વેદનું અધ્યયન કરતા.
બ્રિટિશ કાલના આરંભ સમયે આવી ઘણી પાઠશાળાઓ જનસમાજની “ધર્મભાવના પર નિભાવ કરતી, ને તેથી જ પોપકાર-દષ્ટિએ કે સેવાવૃત્તિથી ફી વગર જ ચાલતી. એમાં અનેક સંસ્કૃત વાચસ્પતિઓ થઈ ગયા, જેમાં વડોદરામાં સમર્થ યધર ને મહાશંકર શાસ્ત્રી, અમદાવાદના ભાસ્કર શાસ્ત્રી, દીનાનાથ, નીલકંઠ શાસ્ત્રી, રામકૃષ્ણ હરખજી શાસ્ત્રી ને હરિશંકર જોશી, ધમડાછાના કૌમુદી ને
તિષમાં નિષ્ણુત ગણાતા ભગવાન શાસ્ત્રી, ગણદેવીને ન્યાયપારંગત દયારામ શુકલ, શિનેરને રંગીલદાસ, નડિયાદના રવિશંકર શાસ્ત્રી, નાંદેલના પ્રખ્યાત કરુણાશંકર જોશી, વીરમગામના આશાધર પંડિત, પાટણના અચલેશ્વર પંડિત ને વૈકુંઠ જોશી, ગેરીતા–કેલવડાના નારાયણ શાસ્ત્રી, કેલવાડાના દલસુખ શાસ્ત્રી, વીસનગરના મગનલાલ જોશી તથા નારાયણ શાસ્ત્રી, ભાવનગરના ભાનુશંકર દીક્ષિત તથા જગન્નાથ, માંડવીના વિશ્વનાથ શાસ્ત્રી, ભૂજને દરબારી શાસ્ત્રી જેશંકર, જામનગરના હાથીભાઈ શાસ્ત્રી ને પંડયા નરભેરામ, જૂનાગઢના કરુણાશંકર શાસ્ત્રી, એમના પુત્ર હરિદત્ત અને હરિદતના પુત્ર વલ્લભજી આચાર્ય તથા પંડિત ગટુલાલજી અને મોરબીના શીઘ્ર કવિ શંકરલાલ મહેશ્વર પંડિત પ્રસિદ્ધ વિદ્વાન હતા.૧૮