________________
પરિશિષ્ટ (વિદેશમાં તથા ભારતમાં ગુજરાતી) ૧૮૨૨-૨૩ માં મબાસા હાથીદાંત, ગેંડાના શીંગડાં, ચામડાં અને ગમ-કેપલને નિકાસ કરતું હતું. એના બદલામાં ખંભાતના અકીકના મણકા તેમ પિત્તળને સામાન આવતું હતું. ૧૮૬૩ માં કરછના કે ગામમાં જન્મેલ અબાદીન વિશ્રામે આખા પૂર્વ આફ્રિકામાં એનું વેપારી સામ્રાજ્ય જમાવ્યું હતું. ૧૮૯૦ માં જર્મન અને અંગ્રેજ આધિપત્ય નીચેના પ્રદેશ તથા ઝાંઝીબારમાં મળીને એની પેઢીની ૩૦ શાખા હતી. કાપડ અને અનાજ તથા ધીરધારને એને મુખ્ય ધંધે હતા. એણે યુગાન્ડા અને અન્યત્ર બેન્ક શરૂ કરી હતી, એનાં વેપારી થાણું ખૂબ ઊંડાણના ભાગમાં હતાં. પેન્બામાં લધા દામજીના ભત્રીજા પુરુષોત્તમનું વર્ચસ હતું. એ જકાતને ઇજારદાર હતા. મોમ્બાસામાં લક્ષ્મીદાસ અને બીજા ૪૦ વેપારી હતા. પંગની બંદરમાં ત્રીકમદાસનું વર્ચસ હતું. ૧૮૮૮ ના અબુશીરીના બળવાને કારણે ગુજરાતી વેપારીઓને ખૂબ સહન કરવું પડ્યું હતું. ઝાંઝીબારમાંથી ગુલામી નાબૂદ કરવા માટે કરછના મહારાવે કચ્છી વેપારીઓને ફરમાન દ્વારા અનુરોધ કર્યો હતે. ૧૯૦૨-૦૩ માં ઝાંઝીબારમાં ગુજરાતીઓની દસ હજારની વસ્તી હતી. એમના -આગેવાન વાઈ. જી. જીવણજી હતા.'
કેનિયાના ઉચ્ચ પ્રદેશમાં આવેલ મચકેસમાં આદમજી અલીજી નામના બેજા વેપારી ૧૮૯ર માં વસ્યા હતા. ત્યારબાદ કેનિયામાં જુબા નદીને કાંઠે અને કિસમુની પશ્ચિમે કીબો લે કાના પ્રદેશમાં કેટલાક ભારતીય ખેડૂત વસ્યા હતા અને શેરડી તથા સસલની ખેતી કરતા હતા. પૂર્વ આફ્રિકામાંથી ૧૮૯૦માં તીવ્ર ગુલામીને દેશવટ આપવામાં આવ્યો ત્યારે આરબ અમીરો અને લવિંગના બગીચાના માલિકે ભારતીય શાહુકારોના ભારે દેવા નીચે હતા. અમેરિકન સરહદવાસીઓની માફક કચ્છ સૌરાષ્ટ્ર અને સુરતના વેપારીઓ ૧૮૯૮ માં નૈરોબી સુધી પહોંચી ગયા હતા ને મચકેસ અને કીબઝીમાં વેપાર કરતા હતા. કેનિયામાં રેલવે બાંધવામાં મિસ્ત્રી પરમાર ગુજરાતી હતા, જ્યારે ઠક્કરબાપા (અમૃતલાલ) ઇજનેર હતા. રેલવે લાઈનની સાથે ગુજરાતી એ અંદરના પ્રદેશમાં દાખલ થઈ ગયા હતા. કેનિયાને મોટા ભાગને વેપાર ભારત સાથે હતા એટલે ૧૯૨૦ સુધી ચલણ અને સિવિલ કેડ પણ ભારતીય હતાં. કેનેથ ઇધામે એમના પુસ્તકમાં જણાવ્યું છે કે “આ ભારતીય આફ્રિકાના આંતર–પ્રદેશના સફરીઓની વણઝારોને નાણાં ધીરનાર ભારતીય સાહસિક વેપારીઓના વંશજો છે. તેઓ પરાપૂર્વથી અહીં વસ્યા છે. જયાં વહીવટનું નામ નિશાન ન હતું તેવા જંગલના પ્રદેશમાં દુકાને સ્થાપીને એમણે વેપાર ખીલ છે. “માઈ આફિન જની' નામના પુસ્તકમાં ૧૯૦૮ માં ચર્ચિલ જેવા હડહડતા સામ્રાજ્યવાદીએ પણ એમના ઋણને સ્વીકાર કર્યો છે. ભારતીય વેપારીઓએ