________________
સાધન-સામગ્રી મળતું રહે. આ માટે ખેડૂતો ખેતમજૂરી ગણેતિયાઓ ખાતેદારે, નાનામોટા જમીનદારો તથા ગામડામાં વ્યાજવટાને ધંધો કરતા શરાફો જેવા ખેતી સાથે સંકળાયેલા વર્ગોના માણસેના સામાજિક તથા આર્થિક જીવન વિશે તેમજ જમીનના પ્રકારે, ખેતીને લગતાં ઓજાર, અનાજ તથા રોકડિયા પાકની જાત તથા એની કિંમત તથા જીવનધોરણના ખર્ચ વિશે ઝીણામાં ઝીણી વિગતો અંગ્રેજ અમલદારે મેળવતા. ગામડાંઓના સામાજિક ઈતિહાસનું તથા ગામડાં અને શહેર વચ્ચે પ્રવર્તતા સંબંધોનું સંશોધન કરવામાં ઉપરની બાબતને જ્ઞાનનું મહત્વ ઘણું છે. આ વિષયની વર્ણનાત્મક તથા આંકડાશાસ્ત્રીય માહિતી પૂરી પાડતાં સરકારી લખાણે સંખ્યાબંધ ઉપલબ્ધ છે, જે Survey and Settlement Report તરીકે ઓળખાય છે. ગુજરાતના જિલ્લા તાલુકા તથા ગામડાને આવરી લેતા આ ખેતી-વિષયક અહેવાલ ગુજરાતની જમીન મહેસૂલ વિષયક કચેરીઓમાં અને ખાસ કરીને અભિલેખાગારમાં વ્યવસ્થિત રીતે સચવાયેલા છે. વડોદરા અને અન્ય દેશી રાજ્ય એમના અલાયદા અહેવાલો પ્રસિદ્ધ કરતાં
પ્રજાજીવનનાં વિવિધ પાસાં વિશે વર્ણનાત્મક તેમજ આંકડાશાસ્ત્રીય માહિતી આપનારાં સાધનામાં Census Reports(વસ્તી-ગણતરીના અહેવાલે)ને સમાવેશ થાય છે. હિંદના અન્ય પ્રાંતની જેમ ગુજરાતનાં ધર્મો, સંપ્રદા, કામ, જ્ઞાતિઓ, વાહનવ્યવહારનાં સાધને, જન્મ મૃત્યુના દર, જાહેર આરોગ્ય, ખેતી–વેપાર-ઉદ્યોગ, કેળવણીની સંસ્થાઓ વગેરે બાબતો ઉપર વિસ્તૃત માહિતી પૂરી પાડનાર આ અહેવાલે હાલ ઘણું કરીને જર્જરિત દશામાં છે. પ્રથમ વસ્તી ગણતરી ફેબ્રુઆરી ૧૮૭૨માં હાથ ધરવામાં આવી હતી, પણ એને અહેવાલ બહુ આધારભૂત નથી, કારણ કે એ કાંઈક અંશે પ્રવેગાત્મક હતી અને રાષ્ટ્રિય સ્તર પર વસ્તી ગણતરીની કોઈ નિશ્ચિત પદ્ધતિ પણ વિકસાવવામાં આવી નહોતી. ૧૮૭રની વસ્તી–ગણતરીમાં કેટલાક આંકડા ૧૮૪૬માં અખતરારૂપે કરવામાં આવેલી વસ્તી ગણતરીના પણ છે, પણ એને બહુ આધારભૂત ગણુ ન શકાય. પણ ત્યારબાદ કરવામાં આવેલ ૧૮૮૧ની વસ્તી ગણતરીની વિગતે વિશ્વસનીય છે. ૧૮૮૧ બાદ દર દસ વર્ષે વસ્તી ગણતરી થતી હેઈ એ ગુજરાતની સાંસ્કૃતિક રાજકીય તથા આર્થિક પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ વિશે અને પલટાતા જતા સમાજ-જીવનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વની છે.
મધ્યસ્થ સરકાર હિંદના રાજકીય વહીવટી આર્થિક તથા કેળવણી-વિષયક પ્રશ્નો સંબંધી તપાસ કરવા અવારનવાર સમિતિઓ અને પંચની નિમણૂક કરતી. મુંબઈ સરકારે પણ એ ઇલાકા સંબંધી માહિતી પ્રાપ્ત કરવાના અથવા મહત્ત્વની સમસ્યાનું નિરાકાર કરવાના આશયથી સંખ્યાબંધ પંચ નીમ્યાં હતાં, જેના