________________
બ્રિટિશ કાણ હજમ સુથાર, લુહાર સનીએ દરજીઓ વગેરે કુશળ કારીગરે અને પ્રગતિશીલ ખેડૂતે પૂરા પાડવાનું કામ ગુજરાતે કર્યું છે. યુરોપીય પ્રજાઓએ જેવી રીતે સંસ્થાને સ્થાપી, એ દેશની આઝાદી છીનવી લઈ આર્થિક શોષણ કર્યું છે તે રીતે ગુજરાતે કદી પણ હીન આચરણ કર્યું નથી. ધર્મપ્રચાર અને વેપારને બહાને પગપેસારો કરીને જે તે પ્રદેશમાં અંગ્રેજો વગેરેએ સામ્રાજ્યની સ્થાપના કરી હતી, જ્યારે ગુજરાતીઓએ વેપારમાં જ રસ લઈને તે તે પ્રદેશના આર્થિક 'વિકાસમાં ફાળો આપે છે. અંગ્રેજો માફક સમગ્ર ભારત અને પૃથ્વીના પડ ઉપર અનેક દેશોમાં તેઓ ફેલાઈ ગયા છે એમાં એમના મિલનસાર સ્વભાવ સાહસિકતા અને કરકસરના ગુણોએ મહત્વને ભાગ ભજવ્યું છે. - ઈરાની અખાતના દેશે તથા અરબસ્તાન સાથે ગુજરાતને ભૂતકાલમાં સુરત અને ખંભાતના બંદરોની જાહેરજલાલી હતી ત્યારે ધીકતે વેપાર હતા. ઈરાનથી ગુલાબજળ ઘેડા અને મોતીની આયાત થતી હતી, જ્યારે કાપડ કરિયાણું અને અનાજની નિકાસ થતી હતી. બુશાયર બંદર-અબ્બાસ હેરમઝ મેશદ વગેરેમાં ભારતીય વેપારીઓ હતા, જે પૈકી વહેરા મેમણ વગેરે કેટલાક ગુજરાતીઓ પણ હતા. પેટ્રોલિયમની શોધ સાથે આબાદાનમાં કુશળ કારીગરો ડોક્ટરે વગેરે તરીકે કેટલાક લેકેએ સ્થળાંતર કર્યું હતું. ઈરાકમાંથી ઘેડા તથા ખજૂરની આયાત થતી હતી. પોરબંદર ખજૂરના આયાતી વેપારનું મથક હતું. ગુજરાતના શિયા મુસલમાને પૈકી વહેરાઓનાં ધાર્મિક સ્થળ કરબલા નજફ સમરા કઢીમેન (બગદાદ) વગેરે ઇરાકમાં આવેલાં છે. કરબલામાં ઈમામ હુસેન તથા હઝરત અબ્બાસની દરગાહે છે. વેપારી અને કુશળ કારીગર તરીકે ગુજરાતીઓ ત્યાં વસ્યા છે. કરબલા જનારાઓ પૈકી કેટલાકે કાયમી વસવાટ કર્યો છે.૧ ઓમાનના કાંઠા ઉપર આવેલ મસ્કત સાથે કચ્છના માંડવી બંદરને તથા સૌરાષ્ટ્રના ભાવનગર વગેરે બંદરને ધીકતે વેપાર હતે. મસ્કતમાં કચ્છીઓની વસ્તી સત્તરમી સદીથી હતી, જેમાં મુખ્યત્વે ભાટિયા લહાણું અને બેજા હતા. સુરતના વેપારીઓની મેખા એડન વગેરે સ્થળોએ પેઢીઓ હતી. બહેરીનથી મેતીની આયાત થતી હતી. એડનમાં ધ્રાંગધ્રા તરફના દેપાળા જ્ઞાતિના લેકોને વસવાટ ઘણું સમય પૂર્વેથી હતે. મેજર બેઈલીએ એડન લહેજના સુલતાન પાસેથી ઈ.સ. ૧૮૩૯માં જીતી લીધું. એ 'પૂવે દેઢ વરસથી મુંબઈ ઇલાકાના પારસીઓ વાણિયા અને મુસિલમ વેપારીઓ 'ત્યાં હતા. ૧૮૨ માં વીરચંદ અમીચંદની પેઢીને દેઢ વરસ થયાં હતાં. દીનશા વાછા, એમના કાકા અને પિતા એડનના અગ્રગણ્ય વેપારી, એડનને મીઠાને અને અન્ય વેપાર ગુજરાતીઓના હાથમાં હતો. કેટલાક સોફ્ટવક્સના માલિક હતા. અહીં