________________
-૩૦ર
બ્રિટિશ કાલ
આસપાસ કચ્છને મુંબઈ સાથે છેડે વેપાર ચાલતો હતે. ૧૪ થી ૧૮૦ ટનનાં ૮૦૦ વહાણ દ્વારા જે મોખા મસ્તક બસરા હેરમઝ બુશાયર વગેરે બંદરો તેમ મકરાણ અને કેકણ મલબાર અને શ્રીલંકાનાં બંદરો સાથે કચ્છને વેપાર ચાલતું હતું. કચ્છમાં વહાણ બાંધવાને ઉદ્યોગ સારી રીતે ચાલતા હતા. કટિયા પડાવ નાવડી વગેરે બંધાતાં હતાં અને યુરોપના દેશ એ વહાણે ખરીદતા હતા. ઝડપ તથા મજબૂતાઈ માટે આ વહાણ જાણતાં હતાં.૧૪ રત્નમણિરાવનો અભિપ્રાય
ઓગણીસમી સદીના અંતસમયના વહાણવટા માટે રત્નમણિરાવે જણાવ્યું છે: “આપણે મોટે કિનારે દેશી રાજ્યને હેવાથી કરછ-સૌરાષ્ટ્રનું વહાણવટું અખંડ રહ્યું. દેશી કારીગરોને હાથે વહાણ બંધાવી અરબસ્તાન ઈરાન આફ્રિકા સિલેન સુધી ગુજરાતનું વહાણ, સ્ટીમરો થવા છતાં પણ, ચાલુ રહ્યાં હતાં અને હવે એને વેપાર કેવળ દેશીઓના હાથમાં વહાણે દ્વારા થતું હતું. તળ ગુજરાતનાં સુરત આદિ બંદરો તેમજ ખંભાતના અખાતનાં બંદરોને પણ દેશી વહાણ દ્વારા થોડો વેપાર ચાલુ રહ્યો. આ ઉપરાંત મુંબઈ અને કરાંચીના દરિયાઈ વેપારમાંથી યુરોપીય તત્વ કાઢી નાખીએ તો બાકીને બધે વેપાર હિંદુ મેમણ પારસી બજા વોરા વગેરે ગુજરાતીઓના હાથમાં જ રહ્યો છે અને મુંબઈના આંકડા સાથે દેશી રાજનાં બંદરોને આંકડે મેળવવામાં આવે તે ગુજરાતને દરિયાઈ વેપાર ઓગણીસમી સદીના હિંદુસ્તાનના અન્ય પ્રાંતિ સાથે સરખાવતાં ઘણે જ વધારે હતા. વહાણ બાંધવાને ઉદ્યોગ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં હતા, બીજે -બધે બંધ જેવો હતે.૧૫
વીસમી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્ર-ગુજરાતને રેલવે વિકાસ ચાલુ રહ્યો હતે. સૌરાષ્ટ્રનાં બંદરનું મીટરગેજ દ્વારા દિલ્હી અને ઉત્તર ભારત સાથે જોડાણ થતાં એને વેપાર વધે હતે. ૧૯૧૦ પછી ભાવનગર સિવાયનાં બીજાં બંદરને વિકાસ વિરમગામની લાઈનદોરીને કારણે રૂંધાયું હતું, પણ ભાવનગરના બંદરી વેપારની વિકાસ-કૂચ ચાલુ રહી હતી. ૧૯૧૪ના પ્રથમ વિશ્વયુદ્ધને કારણે ગુજરાતને બંદરી વેપાર રૂંધાયા હતા. સ્થાનિક કાંઠાને જ મુંબઈ કણ મલબાર સિંધ કે ગુજરાતનાં બંદરે સાથે પરસ્પર દરિયાઈ વેપાર ચાલુ રહ્યો હતે. જહાજી ઉદ્યોગ
ગુજરાતમાં વહાણ બાંધવાને ઉદ્યોગ ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમ્યાન ધમધોકાર ચાલતું હતું. આગબોટ-યુગના આગમનને કારણે ૧૮૫૦ થી સૌરાષ્ટ્ર