________________
૯૭
આર્થિક સ્થિતિ જાણીતા છે; આમ છતાં પણ ૧૮૬૧ માં રણછોડલાલે અમદાવાદમાં સહુપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી એને માટે એમની પલટાતા જતા ગુજરાતી સમાજમાં રહેલી તકેની ઝાંખી કરવાની કુશાગ્ર દૃષ્ટિ અને એને અમલ કરવાનું પ્રબળ. મને બળ કારણભૂત હતાં. મિલ-ઉદ્યોગ શરૂ કરવાને માટે એમની પાસે જરૂરી મૂડી નહિ હેવાથી એમણે ગુજરાતના જૈન અને વૈષ્ણવ વેપારીઓ પાસે ૧૮૪૭ માં. અને ત્યાર પછી પણ અનેક વાર હાથ લંબાવ્યા, પણ આ સમયે સારાયે હિંદમાં કેઈએ આ બાબતની પહેલ કરી ન હતી અને અમદાવાદ તથા ગુજરાતના શેઠિયા એમના ચીલાચાલુ ધંધામાં એટલા વ્યસ્ત હતા અથવા તે એમને પુરા વ્યવસાય ઇંગ્લેન્ડના આર્થિક આક્રમણ સામે એટલી હદે ટકી શક્યો હતો કે એમને મદદ કરવાની સહુએ ના પાડી. આ સમય દરમ્યાન મુંબઈમાં મિલ શરૂ થતાં અને એ વધારે નફાકારક સાબિત થતાં અમદાવાદી વેપારીઓએ અજમાયશ ખાતર મિલ શરૂ . કરવાને રણછોડલાલની મિલ કમ્પનીમાં મૂડી રોકાણ કર્યું. આ રીતે સમગ્ર ગુજરાતમાં એક હિંદીને હાથે ૧૮૬૧માં મિલ-ઉદ્યોગને પાયે નંખાયે. અમદાવાદની બીજી મિલ સ્થાપનાર (૧૮૬૭) બેચરદાસ લશ્કરી વાણિયા જ્ઞાતિના નહિ, પણ કડવા કણબી હતા.
રણછોડલાલ અને બેચરદાસ લશ્કરીએ મિલે સ્થાપ્યા બાદ અમદાવાદમાં બીજી અનેક મિલ રોભી થઈ અને સમય જતાં વણિક-વેપારી જ્ઞાતિઓના સભ્યએ . એમની જૂની મૂડી'ને (શરાફી મૂડીને) નવો વળાંક આપી મોટી સંખ્યામાં મિલઉદ્યોગમાં ઝંપલાવ્યું અને એમનું વર્ચસ પણ જમાવ્યું. ૧૯૧૬ માં અમદાવાદની કુલ ત્રેપન મિલ કમ્પનીઓ ઉપરનું જ્ઞાતિવાર વર્ચસ આ પ્રમાણે હતું? વૈષ્ણવ વાણિયા: ઓગણત્રીસ જૈને ? બાર; કણબીઓઃ ચાર; નાગર (મારા રણછોડલાલના કુટુંબ દ્વારા સંચાલિત) બે; પારસી : એક; મુસ્લિમઃ એક; એક કરતાં વધારે જ્ઞાતિ-
કેની ભાગીદારીમાં : ચાર ૬૩ નીચેના આંકડાઓ ઉપરથી અમદાવાદના. મિલ-ઉદ્યોગના વિકાસ સંબંધી વધારે સ્પષ્ટ રીતે ખ્યાલ આવી શકશે?