________________
ર૭૮
બ્રિટિશ કાહ એણે હુન્નર-ઉદ્યોગના ક્ષેત્રમાં થતા સુધારાઓ(innovations)ને વિરોધ પણ કર્યો હતો એ સાચું છે."
આમ છતાં પણ ગુજરાતના વેપાર અને હુન્નર-ઉદ્યોગને ટકાવી રાખી એને સધ્ધર બનાવનાર જે કઈ સંસ્થા હેય તે એ મહાજનની સંસ્થા હતી. સામાન્ય રીતે મહાજને રજાના દિવસે, મજૂરીના દર તથા કામને સમય નક્કી કરતાં અને કેટલીક વાર ચીજોના ભાવનું પણ નિયંત્રણ કરતાં. મહાજનના સભ્યોને જે સરકારી અમલદારો કે અન્ય વેપારીઓ સાથે કોઈ સમસ્યા ઊભી થાય તે એનું નિરાકરણ કરવાનું કાર્ય (function of arbitration) મહાજનનું હતું.૩૭ મહાજને એમના સભ્યોનું હિત જાળવવાની ચીવટપૂર્વક તકેદારી રાખતાં, પણ અત્રે એ ચોખવટ કરવી જોઈએ કે મહાજનના સભ્ય વ્યક્તિ તરીકે નહિ, પણ એક સમુદાયના જ અખંડ ભાગરૂપે અસ્તિત્વ ધરાવતા હતા.
ગુજરાતના આર્થિક જીવનમાં ગૃહ-ઉદ્યોગનું સ્થાન સદીઓથી મહત્વનું હતું, ઓગણીસમા સૈકાની શરૂઆતમાં ગામડાં અને શહેરોમાં અનેક પ્રકારના કારીગરો ઉત્પાદનના કાર્યમાં રોકાયેલા હતા. સુથાર લુહાર વણકર ઘાંચી સલાટ કુંભાર કંસારા છીપા તથા કાચ રંગ કાગળ અને સાબુ જેવી ચીજોનું ઉત્પાદન કરનાર કારીગરોની ગુજરાતમાં ખોટ ન હતી,રૂટ પણ હિંદના અન્ય પ્રાંતની જેમ કારીગોને સામાજિક દરજે હલ હતા, એમની આર્થિક સ્થિતિ પણ નબળી હતી.
ગુજરાતનાં કેટલાંક શહેરો એની કારીગરીની નિપુણતા માટે જાણીતાં હતાં. ઉદાહરણ તરીકે ખેડા જિલ્લામાં આવેલ કપડવંજ એના સાબુ અને કાચના ઉદ્યોગ માટે મશહૂર હતું. અમદાવાદ જિલ્લામાં આવેલ પ્રાંતીજ પણ એના સાબુના ઉદ્યોગ માટે મશહૂર હતું. સંખેડા લાકડાના રંગબેરંગી ફર્નિચર માટે અને જામનગર તાળાં માટે મશહૂર હતાં.૪° ભરૂચ અને વડોદરા અને સુતરાઉ કાપડના ટકાઉપણું માટે અને પાટણ એનાં પટોળાં માટે જાણીતાં હતાં. અમદાવાદના હુનરોમાં કિનખાબ જરીકામ રંગાટીકામ, રેશમી તથા સુતરાઉ કાપડ અને કાગળ મુખ્ય હતાં. અમદાવાદમાં ઘણી સ્ત્રીઓ રેટિયા ઉપર જ એમનું ગુજરાન ચલાવતી. કેટલીક સ્ત્રીઓ રેશમના કૂચા સાંધીને એના તાર બનાવવાનું કામ કરતી.૪૧
ગુજરાત અને હિંદનાં શહેરોમાં જે હુન્નર-ઉદ્યોગ ખીલ્યા તેને મુખ્ય ઝેક પ્રજાલક્ષી નહિ, પણ રાજા-રજવાડાંલક્ષી હતે અથવા તે એ ધનિકેના મોજશેખને પોષત.”૪૨ આવી દલીલ એક વિદ્વાને કરી છે. એમણે એમ પણ જણાવ્યું છે કે આવા હુન્નર-ઉદ્યોગનું લક્ષણ સ્થાનિક હતું. માલનું ઉત્પાદન થયા બાદ એને વેચાણ માટેનું બજાર ઉત્પાદનના સ્થળની આસપાસના વિસ્તાર