________________
પ્રકરણ ૧૦ આર્થિક સ્થિતિ
ગુજરાત એની ભૌગોલિક રચના માટે પ્રસિદ્ધ છે. ફળદ્રુપ જમીન, લાંબે દરિયાઈ પટે તેમજ નદી અને જમીન-માર્ગેએ ગુજરાતને ખેતીપ્રધાન અને વેપારપ્રધાન બનાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત ગુજરાત એના સાહસિક વેપારીઓ, કુશળ કારીગર તથા ઉદ્યમી ખેડૂતની બાબતમાં ઊંચી પરંપરા ધરાવે છે. આ પરંપરા નગરશેઠ આંગડિયા અને શરાફી સંસ્થાઓમાં, હસ્તકલા અને કારીગરોના ઉત્કૃષ્ટ નમૂનાઓમાં તેમજ કૃષિક્ષેત્રે કપાસ ગળી અને તમાકુ જેવા રોકડિયા પાકૅના વાવેતરમાં વ્યક્ત થતી આવી છે. અઢારમા સૈકામાં ફેલાયેલી રાજકીય અવ્યવસ્થાને પરિણામે સત્તા માટે લડાયેલાં યુદ્ધોની ગુજરાત જેવા સમૃદ્ધ પ્રદેશ ઉપર વિપરીત અસર થાય એ દેખીતું છે. આમ છતાં પણ - આ કાલમાં ગુજરાતે એની ઉચ્ચ પરંપરા જાળવી રાખી હતી. ૧૮૧૮ માં ગુજરાતના શાસનને દર મરાઠાઓના હાથમાંથી અંગ્રેજોના હાથમાં ગમે તે સમયે ગુજરાત એની કૃષિ-પેદાશો માટે જાણીતું હતું. બળદની ઉચ્ચ જાત માટે પણ એ દેશભરમાં મશહૂર હતું. હકીકતમાં તે સુરત ભરૂચ વડોદરા નડિયાદ - અમદાવાદ પેલેરા રાજકેટ ભાવનગર લખપત અને માંડવી જેવાં નાનાં-મોટાં અનેક બંદરોને જે રીતે ઉદય થયો તે જ બતાવે છે કે ગુજરાતનાં ગામડાં નગરને પોષી શકવાની ક્ષમતા ધરાવતાં હતાં. જે ખેડૂતો એમના અને ગામડાં
ના વપરાશ પૂરતું જ અનાજ પકવતા હતા તે ગુજરાતમાં નગરને ઉદય જ - થયે ન હેત. આ પરિસ્થિતિ બતાવે છે કે બ્રિટિશ શાસન સ્થપાયું તે પહેલાં ગુજરાતમાં ખેતી અને વેપાર ઉદ્યોગ એકબીજાના પૂરક તરીકે સાબિત થયાં હતાં.
અંગ્રેજોએ પશ્ચિમ ભારતમાં સત્તા હાંસલ કર્યા બાદ આર્થિક વિકાસના આવશ્યક અંગરૂપ કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યાં. આ સાથે એમણે એવા મૂળગત ફેરફાર દાખલ કર્યા કે એની અસર ગુજરાતના અર્થતંત્ર ઉપર પડ્યા વગર રહી નહિ નાનાં-મેટાં દેશી રજવાડાંઓનાં અસંખ્ય ચલણોને સ્થાને સમગ્ર હિંદમાં -એક સમાન ચલણપદ્ધતિ દાખલ થવી, વેપારના અંતરાયરૂપ સંખ્યાબંધ જકાત-એકઠાંઓને અંત આવ, તાર ટપાલ રેલવે અને છાપખાનાં જેવાં સાધનની