________________
પરિશિષ્ટ
આદિમ જાતિઓની સંસ્કૃતિ સંસ્કૃતિ * માનવશાસ્ત્રીઓ સંસ્કૃતિને જે તે સમાજની જીવનરીતિ તરીકે ઓળખાવતા હોય છે. આ સમજૂતીમાં પ્રજાને ભૌતિક તેમજ ચૈતસિક વ્યાપાર સમાવિષ્ટ થઈ જાય છે. - આદિમ સમાજની સંસ્કૃતિ એ સામાન્ય સંસ્કૃતિ કરતાં તદ્દન ભિન્ન એવી સંસ્કૃતિ નથી, ખરેખર તે એ સામાન્ય સંસ્કૃતિનો એક ભાગ જ છે. વળી એ કઈ નીચી સંસ્કૃતિ પણ નથી, માત્ર માનવજાતની સંસ્કૃતિના સાપેક્ષ એવા વિકાસ-તબક્કાના સંદર્ભમાં આ સંસ્કૃતિ અનેકવિધ કારણોસર પ્રારંભિક તબક્કાની રહી છે. ગુજરાતનો આદિમ સમાજ
| ગુજરાત રાજ્યમાં આદિમ જાતિઓની વસ્તીને લગભગ સમગ્ર વિસ્તાર રાજ્યના ડુંગરાળ તેમજ જગલવાળા ભૂ-ભાગમાં આવેલ છે. રાજ્યના ઉત્તર પશ્ચિમે આવેલા બનાસકાંઠા જિલ્લાના ઉત્તર તરફના છેડાના દાંતા તાલુકાથી માંડીને છેક દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લા સુધીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોની સરહદને અડકતે જે પટ્ટો બની રહે છે તે ગુજરાતની આદિમ જાતિઓના રહેઠાણને વિસ્તાર છે.
જિલ્લાઓની દષ્ટિએ વાત કરીએ તે એમ કહી શકાય કે આ પટ્ટામાં આવી જતા, રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા વડોદરા પંચમહાલ ભરૂચ સુરત વલસાડ અને ડાંગ એ આઠ જિલા લગભગ પૂરેપૂરી આદિમ વસ્તીને વસવાટ–
વિસ્તાર બની રહે છે. આ સિવાયના જુનાગઢ કચ્છ જામનગર અને અમદાવાદ જેવા જિલ્લાઓમાં વસતી પસંદ કરાયેલી પછાત કેમોને પણ આદિમ જાતિઓ ગણવામાં આવી છે, પણ સંખ્યાની દ્રષ્ટિએ આ જાતિઓ ગણનાપાત્ર નથી.
૧૯૭૧ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની કુલ આદિમ જાતિઓની વસ્તી ૩૭,૩૪,૪૨૨ ની છે. ટકાવારીની દષ્ટિએ એ રાજ્યની કુલ વસ્તીના ૧૩.૯૯ ટકા થવા જાય છે.'
જાતિ પ્રમાણે જોતાં આ વસ્તીમાં કુલ ૨૮ જાતિઓને સમાવેશ થાય છે. આ બધી જાતિઓનાં નામ તેમજ એમની વસ્તી નીચે મુજબ છે :