________________
સામાજિક સ્થિતિ
૨૫૫
હિંદુઓ તે ચોટલી કપાવ્યા પછી કહેતા કે “અમારે માટે ખ્રિસ્ત પિતાને જીવ આપે તે ખ્રિસ્તને નામે ચેટલી આપવી એ શી વિસાતમાં ૨૮ 1 ખ્રિસ્તીઓમાં એક પતિ અને એક પનીની પ્રથા હતી. લગ્ન એક પવિત્ર
સંસ્કાર ગણાતો હોવાથી ધર્મ છૂટાછેડાને માન્ય રાખતું ન હતા. છૂટાછેડા લે તે - સ્ત્રી-પુરુષના અને એનાં કુટુંબીજનેના ધાર્મિક સંસ્કાર બંધ કરવામાં આવતાં. વિધુર અને વિધવાને જ પુનર્લગ્નની છૂટ અપાતી. અપરિણીત અવસ્થા ઈચ્છવાગ ન હતી. લગ્ન મા-બાપ દ્વારા ગઠવવામાં આવતાં. એમના સામાજિક રીત-રિવાજે અને માન્યતાઓ મૂળ હિંદુ સમાજનાં જ રહ્યાં; જેમકે એમનામાં સંયુક્ત કુટુંબની પ્રથા હતી. કુટુંબમાં કાકા-કાકી મામા-મામી માસા-માસી ફાઈ–કુવા વેવાઈ–વેવાણ જેવી સગાઈઓ ચાલુ રહી હતી. લગ્ન વખતે કન્યાને ત્યાં વરઘોડો કાઢીને જાને * જતી. કન્યાપક્ષ તરફથી જાનૈયાઓને ભેજન આપવામાં આવતું. જે દેવળ નજીક
માં હોય તે લગ્નવિધિ દેવળમાં કરવામાં આવતી, પરંતુ દેવળ જ દૂર હોય તે લગ્ન મંડપ નીચે કરવામાં આવતાં. કુટુંબના પ્રથમ લગ્ન વખતે મામા મામેરું
આપતા. લગ્ન વખતે ચાંદલે લેવાને અને આપવાનો રિવાજ હતું. પ્રથમ સુવા- વડ કન્યાનાં માતા-પિતાને ત્યાં કરવામાં આવતી. હિંદુઓમાં પ્રચલિત એ છે ભરવાનો રિવાજ એમનામાં ન હતા. પ્રથમ સંતાનના બૅટિઝમ (નામ આપવાને વિધિ) વખતે કન્યાનાં માતપિતા પિતાની સ્થિતિ પ્રમાણે કન્યાને અને સંતાનને દાગીના અને કિંમતી વસ્ત્રો ભેટમાં આપતાં. આ રિવાજ હિંદુઓમાં પ્રચલિત બાળકને રમાડવા જવાના રિવાજ સાથે મળતા આવે છે.
ગુજરાતી ખ્રિસ્તીઓ શાકાહાર અને માંસાહાર કરતા હતા. એમનો ખોરાક અને પહેરવેશ એમના મૂળ સમાજ પ્રમાણેને જ રહ્યો; જે કે ભણેલા-ગણેલાઓમાં પશ્ચિમની સભ્યતાની રહેણુ-કરણને આદર્શ રહે. શરૂઆતમાં એમનાં નામ 'દેશી જ રહ્યા, પરંતુ બીજી ત્રીજી પેઢીઓથી ખ્રિસ્તી નામ રાખવાની શરૂઆત થઈ. ખાસ કરીને બાઈબલનાં પાત્રો પરથી નામ પાડવામાં આવતા. કેટલાકે હિંદુ સવર્ણોની અટક ધારણ કરી હતી.
તેઓ નવું વર્ષ, ઇટ—સન્ડે, નાતાલના તહેવારો ધામધૂમથી ઊજવતા. જાન્યુઆરી માસની ૧ લી તારીખે નવું વર્ષ આવતું. ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પછી -સજીવ થયા હતા એવી ખ્રિસ્તીઓમાં માન્યતા છે. આ પ્રસંગની યાદમાં ઈસ્ટરસડેની ઉજવણી કરવામાં આવતી. આ તહેવાર માર્ચ કે એપ્રિલ મહિનામાં હંમેશાં રવિવારના દિવસે જ આવે છે, હિંદુઓની હેળીની નજીકમાં ઈસ્ટર-સર્વેની આગળને શુક્રવાર ગુડફ્રાયડે તરીકે ઓળખાય છે. ઈસુ શુક્રવારે મૃત્યુ પામ્યા હતા એ