________________
સામાજિક સ્થિતિ
૨૫૭
ખચે` ખંધાવી અમદાવાદની અંજુમનને સુપરત કરી અને મરામત તથા ચાલુ ખર્ચી માટે રૂ. ૧૦,૦૦૦ રોકડા અમદાવાદની પારસી પંચાયતને આપ્યા.૧
શેઠે નવરાજી પેશતનજી વકીલ (ઈ.સ. ૧૮૪૦-૧૯૨૬) અમદાવાદના પારસીએમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને દાનવીર હતા. અમદાવાદમાં કરાયેલ સર નવરાજી વકીલ આંખની હોસ્પિટલ, પારસી વૉ, મેનિટી વાડ,નવરેજી ડિસ્પેન્સરી, ગુજરાતી નસ ગ તાલીમ ક્રુડ, બહેરાં–મૂંગાંની શાળાને દાન, ગરીબ પારસી વિદ્યાથી કુંડ, અંધશાળા, જીમખાનું, નવરાજી હોલ વગેરેમાં એમનું નેધપાત્ર પ્રદાન છે. એમણે અમદાવાદમાં પારસી સમાજની ખૂબ સેવા કરી, એમની એ દાનવીરતાની કદરરૂપે અગ્રેજ સરકારે એમને ૧૮૮૮ માં ‘ખાન બહાદુર'ના ઇલ્કાબ આપ્યા હતા.૬૨
આમ આ સમયના ગુજરાતના પારસીઓએ પારસી કામના કલ્યાણ માટે દાન તથા પૂકાર્યો કરવા ઉપરાંત અહીંના સમાજજીવનમાં ભળી જઈ ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં પણ નોંધપાત્ર ફાળા આપ્યા છે.
૪. ખ્રિસ્તી સમાજ
બ્રિટિશકાલીન ગુજરાતને ખ્રિસ્તી સમાજ મુખ્યત્વે બે વિભાગેામાં વહે. ચાયેલા હતા : (૧) યુરાપના દેશમાંથી આવેલ પરદેશી ખ્રિસ્તીઓ અને (૨) અન્ય ધર્મી ત્યજીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હેાય તેવા ગુજરાતી ખ્રિસ્તીઓ. પરદેશી ખ્રિસ્તીઓ વહીવટીતંત્રમાં અથવા લશ્કરમાં કામ કરતા હતા. કેટલાક વેપાર કરતા. ગુજરાતી ખ્રિસ્તીએ એમને માનથી જોતા. ગુજરાતને ખ્રિસ્તી સમાજ માટે ભાગે ધર્માંતરિત સ્થાનિક ગુજરાતી લેાકેાનેા બનેલા હતા. મેટા ભાગના ગુજરાતી ખેાલતા હતા. ગુજરાતમાં એમની વસતી અમદાવાદ ખેડા આણુંદ કરમુસદ ગામડી સામરખા કાસાર ભાલેજ ખડાણા પારડા ખેારસદ જંબુસર ખભાત ભરૂચ અંકલેશ્વર સુરત મહેસાણા પાટણ સિદ્ધપુર પાલનપુર પ્રાંતીજ ડીસા પોરબંદર રાજકાટ ભાવનગર ધેાષા અને દેવાણુમાં આવેલી હતી.
આ સમય દરમ્યાન જે ખ્રિસ્તી સમાજમાં ભળ્યા તેએ મૂળ હિંદુ અને મુસ્લિમ હતા. હિંદુઓમાં અમીન ક્રેાળી ભીલ કણુખી લેાહાણા મારવાડી રાજપૂત ગાસાઈ વણુકર વગેરે લેાકેા ધર્માંતર પામીને ખ્રિસ્તી સમાજમાં ભળ્યા હતા. ઈ.સ. ૧૯૦૦ માં એટલે કે વિ. સ. ૧૯૫૬ માં ગુજરાતમાં ભયંકર દુકાળ પડયો, જે ‘છપનિયા દુકાળ' તરીકે પ્રસિદ્ધ છે. આ સમયે ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓએ સદાવ્રતા ચલાવીને અનેક જિંદગી બચાવી લીધી હતી. એમની આ સેવાભાવી