________________
સામાજિક સ્થિતિ
૧૭.
લગ્નસંબંધ પવિત્ર ન ગણાય. લક્રેએ એક પીરનું નામ ચોટીપીર' રાખ્યું છે. લેકે શુકન-અપશુકનમાં માનતા થઈ ગયા છે. કેટલાક છેકરાનું નાક એ માટે વીંધાવે છે કે એ જીવતા રહે. કેટલાક લેાકેા સતાનાને લઈને બ્રાહ્મણા અને શ્રાવકા પાસે ફૂંક મરાવવા જાય છે કે એ જીવતા રહે. શીતળા નીકળે તેા મુસ્લિમા પણ માતાની પૂજ કરે છે.
આમ ગુજરાતના મુસ્લિમ સમાજમાં અગાઉના કાલની જેમ બ્રિટિશકાલના આરંભમાં પણ હિંદુસમાજના રીત–રિવાજોની કેટલીક અસર પ્રવર્તીતી હતી. ૩, પારસી સમાજ
૧૮ મી સદી અને ૧૯ મી સદીના આરંભકાલ ગુજરાતના અને ખાસ કરીને સુરતના પારસીએ માટે સમૃદ્ધિને સમય હતેા. ઈ.સ. ૧૮૩૭ની સુરતની આગ પછી ઘણાખરા પારસીએ સુરત છેાડી મુંબઈ જઈ વસ્યા. વલસાડમાં વસતા પારસી ધરમપુર અને વાંસદાનાં કેટલાંક ગામેામાં ખેતી કરતા અને દારૂનાં પીઠાં ચલાવતા. અમદાવાદ અને ખ`ભાતમાં પારસીઓની વસ્તી ખૂબ જૂજ હતી. નવસારીમાં પારસી દેસાઈ કુટુબેામાં ઘણા જમીનદારા હતા. સુરતના ગરીબ પારસીએ વણાટકામ, નાના પાયા પર ખેતી અને દારૂ વેચવાના વ્યવસાય કરતા.
૨૭
એકંદરે આ સમય દરમ્યાન ગુજરાતમાં પારસીએ જમીનદારા, વેપારીએ અને સરકારી તેમજ રેલવેના કાન્ટ્રાકટરા હતા, વકીલા એન્જિનિયર અને ડાકટરોના ઉચ્ચ હેાદ્દા ધરાવતા. ગ્રામ્ય પારસીએ ખૂબ જુસ્સાદાર અને તાકાતવાન હતા. દસ્તૂર કુટુંબની કેટલીક પારસી સ્ત્રીએ કશ્તી વણવાનું કામ પણ કરતી અને એમાંથી પૈસા કમાતી..
આ સમયના પારસીએના રહેણીકરણી પેાશાક વગેરે ગુજરાતીએ જેવાં છે. સ્ત્રી ઉચ્ચ વર્ષોંની હિંદુ સ્ત્રીએ જેવી ગુજરાતી સાડી પહેરતી. પુરુષોં માથે ટાપી પહેરતા. સમૃદ્ધ પારસીએનાં પાશાક અને ઘરેણાં ત્યારે રૂ. ૪૫૦ થી રૂ ૨,૦૦૦ સુધીની કિંમતનાં, મધ્યમ વર્ગના પારસીઓનાં રૂ. ૧૨૦ થી ૨૭૦ સુધીની. કિંમતનાં અને ગરીબ પારસીનાં શ. ૩૦ થી રૂ. ૩૫ ની કિંમતનાં થતાં.૨૮
પારસીઓની ભાષા ગુજરાતી હતી; જો કે અહીંના મોટા ભાગના પારસીએ હિંદુસ્તાની ખેાલી શકતા. અમદાવાદ અને મુંબઈના પારસી જુવાને અંગ્રેજી પણ શીખતા. સુરતમાંની પારસી જરથ્રુસ્રી મદરેસા અને નવસારીમાંની તાતા મદરેસા પારસી ધર્માંપુસ્તાની ભાષા શીખવવા સ્થપાઈ હતી. મેાટા ભાગના પારસી જુવાને મુંબઈ યુનિવર્સિટીની ઉચ્ચ પરીક્ષા માટે પર્શિયન ભાષા પસંદ કરતા. ગરીબ અને મધ્યમ વંની પારસી સ્ત્રીઓનું શિક્ષણ પ્રાથમિક કક્ષાનું હતું. તે