________________
-સામાજિક સ્થિતિ
૨૪૫ મારી મુરાદ પૂરી થશે તો નગારું અને બકરે લાવી દરગાહના ચાકરોને ખુશ કરીશ; સોનું ચાંદી દૂધ અને તેલ લાવીશ. જો તમે મને સંતાન આપશો તો હું એના માથા ઉપર વાળ રાખીશ, લાંબા કરાવીશ અને હજામત નહીં કરાવું. ફદાલી(તબલચી)ને લાવીશ, બાળકના પગમાં બેડી અને કાનમાં વાળી નાખીશ અને આપની દરગાહની સીડીને હું મારા વાળને ઝાડુ તરીકે ઉપયોગ કરી સાફ કરીશ'.
લેકે મરનારને ત્રીજે ચોથે બરસી જુમેરા વગેરે કરે છે. એ દિવસે નાન બાકરખાની કલેજ ખીર પૂરી જલેબી લાડુની કળીઓ વગેરે ખાય છે અને વહેંચે છે.
લેકે દર વર્ષે અનેક નાના મોટા પીર ઓલિયાને ઉર્સ કરતા હતા. કવિ કહે છે: આ ઉર્સની પ્રથા પણ ખૂબ પાછળથી મશાયખાએ શરૂ કરેલ છે અને એને હેતુ જુદો હતો. પણ તમે નગારા-નાચ કબર-પૂજા વગેરે કરે છે, ફૂલ સાકર ચડાવે છે, ભૂસૂ ભરી કપડાના ઘોડા તૈયાર કરી લટકાવે છે એ તે મૂર્તિપૂજા થઈ કહેવાય, કબરની તમે તવાફ પરિક્રમા) કરે છે, એની ઉપર પાણી વાર છે, હિંદુઓની જેમ મૂતિને બદલે તમે કબર સમક્ષ નાળિયેર લઈને જાઓ છે. પીરોના તબક (થાળ) અને મહેદીની પ્રથામાં મહેંદી બાળીને એની પાછળ ભોજન રાખવામાં આવતું તે અજુગતું છે. પીરોના નામની વાળી અને હાંસડીઓ. જેવી વસ્તુઓ ન પહેરો.”
લેકે નાવ કાઢે છે અને નદીએ જઈને ડુબાડે છે. ખિજૂર (અ.સ.) જેવા પયગંબર પાસે મુરાદ માગે છે. મોભ ઉપર નીલને દોરો બાંધી એની પૂજા કરે છે. લેકે હથેલી પીરના નામનો મર ખાય છે, રબજ સાલાર પીરના નામના ક્રિયાકાંડ કરે છે અને ભવિષ્ય જાણવા માટેના બિનઈસ્લામી પ્રયાસ કરે છે.
મુસ્લિમો પણ હિંદુઓની જેમ મેહરમને બદલે ખાતાવહી કે વહી દિવાળીથી - શરૂ કરે છે, ચોપડાપૂજન કરે છે, દરવાજા ઉપર રામપટ્ટી બાંધે છે, દિવાળી માટે ઘરને રંગાવે છે કે ચૂને કરાવે છે, દૂધમાં સોના અને ચાંદીના સિક્કા ધુએ છે, આતશબાજી કરતા, દીવાલ ઉપર દેરા બાંધતા, ચોપડાઓ ઉપર ટીલે કરતા, તેમજ વેવાઈને દિવાળીની મૂર્તિઓ મોકલે છે. ઇરફાનના મંતવ્ય પ્રમાણે આ હિંદુ ગુમાસ્તાઓને પ્રભાવ છે.
મોહર્રમ મહિનામાં લેકે નાનાં બાળકને લીલા રંગનાં વસ્ત્રો પહેરાવતા, ગળામાં નાડા પહેરાવતા, જે લગભગ જનઈ જેવા જ હતા. રેવડીઓ વહેંચતા -અને એ બાળકને ઈમામ હુસેનને ફકીર કહેતા, એ બાળક મહેલામાં જઈને