________________
સામાજિક સ્થિતિ
૨૩૫ -
ઓળખાતા. દુર્ગારામે મિત્રા સાથે મળીને સમાજમાં પ્રવંતી કુરૂઢિઓને તાડવા માટે પુસ્તક-પ્રચારક મંડળ' સ્થાપીને નવા વિચાર। સમાજમાં વહેતા કર્યા હતા.
આમ દુર્ગારામે શિક્ષક તરીકે વર્ષો સુધી સમાજની સેવા કરી, એમની કીર્તિ ગુજરાતમાં ચારે બાજુ ફેલાઈ. ગુજરાતને એમણે અજ્ઞાન અને અધશ્રદ્ધાની મનેાદશામાંથી જાગ્રત કર્યું". એગણીસમી સદીની અધવચમાં તે કાઠિયાવાડ ગયા. ઈ. સ. ૧૮૭૬ માં એમનું અવસાન થતાં સુરતમાંની સુધારાની પ્રવૃત્તિમાં કેટલેક અંશે આટ આવી, પણ થેાડાક જ સમયમાં દુર્ગારામના કાર્યને પાંચ દદ્દાઓ પછી ત્રણ નના નામે ઓળખાતા ન`દાશંકર નવલરામ અને નંદશંકરની ત્રિપુટીએ આગળ વધાર્યું અને સુરતને સુધારાના ઇતિહાસમાં અમર કર્યું. ૧૫ પાંચ દ્દામાં સ્થાન પામેલા કવિ ક્લપતરામ (ઈ. સ. ૧૮૨૦ થી ૧૮૯૮) શાંત અને વિવેકી સુધારક હતા. સજ્જના સંભળાવજો રે ધીરે ધીરે સુધારાના સાર' એ એમના ‘વેનચરિત્ર'માંની ૫કિત એમની સુધારાની ભાવનાને મૂર્ત કરે છે. પ્રશ્નમાંથી પ્રચલિત વહેમ અને કુરૂઢિઓ દૂર કરવા ભૂત જ્ઞાતિ બાળવિવાહ પુનર્વિવાહ વગેરે ઉપર નિબધા લખી નવા યુગને દૃષ્ટિ આપી એમણે પોતાનાં કવિતા અને નિબંધોમાં બાળલગ્નની હાંસી ઉડાવી, મરણુ પાછળ થતા વરાની ટીકા કરી, સ્રીએ પરનાં બંધનાની ઝાટકણી કાઢી. પરદેશગમન કરવા પ્રશ્નને અનુરાધ કર્યા. કન્યા-કેળવણી માટે હઠીસિંગનાં પત્ની હરકેાર શેઠાણીના નામથી તેમજ શેઠ મગનભાઈ કરમચંદના નામથી ઈ.સ. ૧૮૫૦ માં કન્યાશાળાઓ શરૂ કરાવી, ગુજરાત વર્નાકયુલર સે।સાયટી (પછીથી ગુજરાત વિદ્યાસભા) તરફથી પ્રગટ થતા ‘બુદ્ધિપ્રકાશ’ માસિક દ્વારા એમણે પોતાની સમાજસુધારાની પ્રવૃત્તિને વિકસાવી. ગુજરાત વર્નાક્યુલર સેાસાયટીની સ્થાપના ઈ. સ. ૧૮૪૮ ની ૨૫ મી ડિસેમ્બરે શ્રી એ. કે. ફોર્બ્સની સૂચનાથી અમદાવાદમાં થઈ હતી.
ઈ. સ. ૧૮૪૮ માં સ્થપાયેલ ‘સ્ટુડન્ટ્સ’માંથી ‘જ્ઞાનપ્રસારક સભા'ના જન્મ થયા હતા. આ સભામાં પારસી જુવાના સક્રિય રસ ધરાવતા હતા. એમણે ઈ. સ. ૧૮૪૯ માં દર મહિને ‘ગનેઆન-પરસારક' નામનું ચેાપાનિયું. શરૂ કર્યું" હતુ.. આ સભામાં દાદાભાઈ નવરજીએ વિજ્ઞાન સંબધે અનેક ભાષણ આપ્યાં હતાં.
આ સમયે સમાજસુધારાના ક્ષેત્રમાં કવિ નર્મદાશ ંકરનું નામ મોખરે હતું. એમનેા જન્મ, ઈ. સ. ૧૮૩૩ માં સુરતમાં થયા હતા. એમના પિતાનું નામ લાલશંકર અને માતાનું નામ રુકિમણી હતું. એમણે સુરતમાંથી યોગ્ય શિક્ષણ મેળવી ત્યાં જ શિક્ષકની નેાકરી લીધી હતી, પણ સંયેાગવશાત્ એમને ઈ. સ.