________________
સામાજિક સ્થિતિ, ગાયકવાડે ચોક્કસ કાર્યને આરંભ કર્યો. ઈ. સ. ૧૮૮૩ માં વડોદરા રાજ્યમાં અંત્યજો માટે અલગ શાળાઓની સ્થાપના કરવામાં આવી. શરૂઆતમાં હિંદુ શિક્ષકે શિક્ષણકાર્ય કરવા તૈયાર ન થતાં શિક્ષણકાર્યમાં કેટલીક મુશ્કેલી આવી હતી, પણ ધીરે ધીરે મુસ્લિમ શિક્ષક દ્વારા શિક્ષણકાર્ય શરૂ કરતાં અસ્પૃશ્યના શિક્ષણ માટે સારી એવી પ્રગતિ સાધી શકાઈ હતી. અંત્યજેમાં ધર્મભાવના વિકસે એ માટે એમના પુરોહિતોને શિક્ષણ આપવા સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરવામાં આવી. એમાં ભણનારને મહિને આઠ રૂપિયાની ઑલરશિપ આપવાનું નક્કી કર્યું, રાજ્યનાં જુદાં જુદાં ખાતાંઓમાં એમને નેકરીઓ આપવામાં આવી.
આમ ઓગણીસમી સદી દરમ્યાન શ્રી સયાજીરાવ ગાયકવાડે અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિને વેગવંતી બનાવી.૧૪
સમાજ-સુધારાનું પ્રેરક બળ
ગુજરાતમાં અંગ્રેજી શાસનનો વિકાસ થતાં પશ્ચિમની નવી કેળવણીને પ્રારંભ થયો. ધીરે ધીરે એને પ્રચાર વધતાં પ્રજામાં અજ્ઞાન આળસ વહેમ જેવા દેને દૂર કરવાની કેટલીક તમન્ના જાગી. નવી કેળવણુથી લેકમાં બાળલગ્ન, પરદેશગમન, પ્રાચીનકાલથી ચાલ્યા આવતા લૌકિક આચાર-વિચારે, વગેરે જોવાની અને ચકાસવાની દૃષ્ટિ આવી. પ્રજામાં સ્ત્રી-સંમાન અને સ્વાતંત્ર્ય-ભાવનાને વિકાસ થયે.
અંગ્રેજી કેળવણીના પ્રતાપે ગુજરાતની પ્રજાને પિતાના ભવ્ય સંસ્કારવારસાનું તેમજ પિતાની કૃપમંડૂકતાનું ભાન થયું. આદિ કાલથી જડ જગલી અને વહેમી મનાતી પ્રજાને મહર્ષિ દયાનંદ તેમજ સ્વામી સહજાનંદે નૂતન ધર્મદષ્ટિ આપી.
ઘણું જુવાને જ્ઞાતિનાં બંધન તેડીને સુધારો કરવા થનગની રહ્યા હતા, તે કેટલાક શ્રી આનંદશંકર અને શ્રી મણિલાલ જેવા વિદ્વાને ધર્મ નીતિ અને ઇતિહાસના સનાતન પાયા ઉપર હિંદુ સમાજને સુધારવાના આગ્રહી હતા.
ગુજરાતમાં સામાજિક ક્ષેત્રે ક્રાંતિ આણવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર ફાળે આપ્યું હતું. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈથી ચાર દૈનિકે ગુજરાતીમાં પ્રગટ થતાં હતાં, પણ ગુજરાતમાં એક પણ દૈનિક પ્રગટ થતું ન હતું. ધીરે ધીરે આ ક્ષેત્રમાં ગુજરાતે વિકાસ સાથે. ગુજરાતમાંથી પ્રગટ થતાં સાપ્તાહિક “ગુજરાતમિત્ર' ‘દેશમિત્ર"ગુજરાતદર્પણ અને ડાંડિયે ઘણું જ નોંધપાત્ર હતાં. તેઓએ સામાજિક ક્ષેત્રે ક્રાંતિ આણવામાં મહત્વને ભેગ ભજવ્યો હતે.