________________
૨૨૬
બ્રિટિશ કાલ બ્રાહ્મણ વાણિયા રાજપૂત કડિયા સુથાર બી વાળંદ બ્રહ્મક્ષત્રી ભરવાડ ભાડભૂજા ભાટિયા માછીમાળી સોની કંઈ મચી વગેરેની બધી મળી ૨૭ જ્ઞાતિ હતી.
આ સમયે જુદી જુદી જ્ઞાતિઓના ઉદ્દભવ વિશે વિવિધ દંતકથાઓ પ્રચલિત હતી. કેટલીક જ્ઞાતિઓ ધંધા અને સ્થાન ઉપરથી બની હતી. દરેક જ્ઞાતિમાં વર્ગ ભેદ દેખાતા હતા. દરેક જ્ઞાતિમાં ભોજન અને કન્યાપ્રદાન માટેના નિયમ અલગ અલગ હતા. દા.ત. વિસલનગરા નાગરકમમાં બે શાખાઓ (૧) અમદાવાદ શાખા અને (૨) સુરત શાખા હતી. આ બંને શાખાના લેકે એકબીજા સાથે ભોજન-વહેવાર કરતા, પણ કન્યાની આપલે કરતા નહિ. આવી સ્થિતિ દરેક જ્ઞાતિમાં પ્રવર્તતી હતી.
દરેક જ્ઞાતિમાં ચોક્કસ પ્રકારના સ્પર્શાસ્પર્શના નિયમ પ્રચલિત હતા. ખાસ કરીને સમાજના ઉપલા વર્ગમાં આ નિયમોનું ચુસ્ત રીતે પાલન થતું. નીચલા વર્ગના કારીગર લેકેમાં આ અંગેના નિયમમાં કેટલીક શિથિલતા વરતાતી હતી. બ્રાહ્મણેમાં જમતી વખતે રેશમી વસ્ત્ર પહેરીને બેસવાને રિવાજ હતે. સ્ત્રીઓ માનતી કે નવેણે સૂકવેલાં કપડાને પુરુષ અડકે તે અભડાઈ જાય, એને પલાળીને સૂકવવાં પડે. માટીનાં વાસણમાં ભેજન કરવાને નિષેધ હતા. બ્રાહ્મણે બ્રાહ્મણે તરના હાથની રાંધેલી રસોઈ જમતા નહિ. જે રસોઈ દૂધની બનાવેલી હોય તે એને સ્વીકારવામાં એમને કઈ વાંધો ન હતો. આ ઉપરાંત એકબીજાનું પાણી પીવું, પ્રસૂતા સ્ત્રીઓ સાથે વહેવાર, શબને પર્શ વગેરે બાબતમાં ખાસ નિયમ પ્રચલિત હતા. સામાન્ય રીતે અમદાવાદ સુરત જેવાં સ્થળોએ વસતા બ્રાહ્મણેમાં આ અંગે ઘણી જ રૂઢિચુસ્તતા દેખાતી હતી.
આ વખતે સમાજમાં સૂતકનું મહત્વ સવિશેષ હતું. મરનાર વ્યક્તિનાં કુટુંબીઓએ અમુક દિવસ સુધી સમાજથી અલગ રહેવું એ બાબતમાં દરેક જ્ઞાતિમાં જુદા જુદા રિવાજ પ્રચલિત હતા. બ્રાહ્મણોએ ૧૦ દિવસ, ક્ષત્રિયોએ ૧૨ દિવસ અને વસ્યોએ ૧૫ દિવસ સુધી સૂતક પાળવું જોઈએ એમ મનાતું, સમાજમાં કારીગર વર્ગમાં આ અંગેના નિયમ બહુ કડક ન હતા.
સમાજના ઉપલા વર્ગના લોકોમાં આ રિવાજનું ચીવટથી પાલન કરવામાં આવતું. આજે પણ ગુજરાતમાં વસતા ઔદીચ્ય ઉદુમ્બર ત્રિવેદીમેવાડા વગેરે બ્રાહ્મણે તથા નીમા વણિકે સૂતક પાળવામાં બહુ જ ચીવટ દાખવે છે. કેટલીક બ્રાહ્મણ જ્ઞાતિઓમાં બાળકના જન્મને લીધે વૃદ્ધિ-સૂતક પાળવાને પણ રિવાજ જોવા મળે છે.