________________
२९२
બ્રિટિશ કાણ
હતા. ૨૦ એ છાપુ દેઢ વર્ષ ચાલ્યું હતું, પરંતુ ત્યારપછી એની જામીનગીરી માગવામાં આવતાં એ બંધ કરી દેવાયું હતું. ડે. રાયજી અને ડે. મહેતા ઉપરાંત ડે, મોહનનાથ દીક્ષિત, કરસનજી વકીલ, પંડિત વકીલ, દયાળજીભાઈ દેસાઈ, કલ્યાણજીભાઈ મહેતા વગેરે એ સંસ્થાના મુખ્ય અને મહત્વના કાર્યકર હતા.
આમ સુરતનું મહાસભાનું અધિવેશન થઈ ગયા પછી તે જાણે કે સમસ્ત ગુજરાતમાં રાજકીય જાગૃતિ ખૂબ જ આવી ગઈ હોય એમ લાગે છે.
અભિનવ ભારત
ભારતના મહાન ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર અને એમના ભાઈ ગણેશ દામોદર સાવરકરે ૧૯૦૦માં “મિત્રમેળા” નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી. એ બોમ્બની આરાધનામાં માનતી હતી. ૧૯૦૪ માં એ સંસ્થાનું નામ “અભિનવ ભારત' રાખવામાં આવ્યું હતું. ગુજરાતમાં એ સંસ્થાની એક માત્ર શાખા વડોદરામાં સ્થપાઈ હતી. એનું સૂત્ર હતું વિદેશી શાસનમાંથી ભારતને મુક્ત કરો'.૨૮ આ સંસ્થા મેઝિનીની સંસ્થા “યંગ ઈટાલીના ધોરણે ગુપ્ત રીતે કામ કરતી હતી. અભિનવ ભારત સંસ્થા જોડેસવારી નિશાનબાજી સૈનિક શિક્ષણ અને સંચાલન જેવી બાબતોની ગુપ્ત તાલીમ આપતી હતી. ગુજરાતમાં અમદાવાદ અને સુરત વિનીત(મળાવ) દળના ગઢ હતા તેમ વડોદરા એ ગુજરાતમાં ક્રાંતિકારી અને ત્રાસવાદી પ્રવૃત્તિનું એકમાત્ર મહત્વનું કેદ્ર હતું. અભિનવ ભારત ઉપરાંત અન્ય ગુણ સંસ્થાઓ પણ વડોદરામાં કામ કરતી હતી. કેટલાક ક્રાંતિકારીઓ
વડોદરા કલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક શ્રી અરવિંદ ઘોષ એક મહાન ક્રાંતિકારી હતા. એમને ભાઈ શ્રી બારીકુમાર પણ બંગાળના ક્રાંતિકારી જૂથના એક નેતા હતા, બારીકુમાર ઘેષ ૧૯૦૨માં વડોદરામાં આવ્યા હતા અને ગુજરાતના છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી સાથે રહી દક્ષિણ ગુજરાતમાં ફરી વળ્યા હતા. ૧૯૦૨ માં જ ભારતીય ક્રાંતિની માતા’ ગણતાં મૅડમ ભીખાયજી રુસ્તમ કામા યુરોપમાં ગયાં હતાં. એમણે સરદારસિંહ રાણું સાથે ૧૯૦૭ની
ટુટગાર્ટમાં જાયેલી આંતરરાષ્ટ્રિય સમાજવાદી કોંગ્રેસમાં હાજરી આપી હતી. ગુજરાતમાં બોમ્બ બનાવવાના સાહિત્યને પ્રચલિત કરવાનું કાર્ય નરસિંહભાઈ પટેલે કર્યું હતું. એમનું એ અંગેનું પુસ્તક દેશી વનસ્પતિઓની દવાઓ' નામથી છપાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં ૧૯૦૯ માં લોડ અને લેડી મિન્ટ જે ગાડીમાં ફરી રહ્યાં હતાં તેને બોમ્બ ફેંકી ઉડાડી દેવાને બે વાર પ્રયાસ કરો