________________
રર૦
બ્રિટિશ કાલ ફીરોજશાહ મહેતા સ્વાગત સમિતિના પ્રમુખ હતા. ૧૯૦૫ માં કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા પછી સ્વરાજ્ય, સ્વદેશી વસ્તુઓને ઉપયોગ, વિદેશી વસ્તુઓને બહિષ્કાર અને રાષ્ટ્રિય શિક્ષણને ચારસૂત્રી કાર્યક્રમ મહાસભાએ ૧૯૦૬ માં જાહેર કર્યો હતો. ૧૯૦૬માં કલકત્તાના મહાસભાના અધિવેશનમાં “સ્વરાજ્ય એ હિંદની મુક્તિની ચાવી છે એ મંત્ર સૌપ્રથમ દાદાભાઈએ જ આપે. હતું. આ અધિવેશન પછી ભારતમાં ઠેર ઠેર સ્વદેશીની ચળવળે ઉગ્ર સ્વરૂપ પકડયું હતું, પરંતુ ગુજરાતમાં તે ૩૦ વર્ષ અગાઉ ૧૮૭૬ થી આ ચળવળ શરૂ થઈ ગયેલી. ૧૮૭૬માં એ માટે અમદાવાદમાં સ્વદેશીની ઉદ્યોગવર્ધક મંડળી સ્થાપવામાં આવી હતી. સુરત ભરૂચ રાજકેટ નડિયાદ અને ભાવનગરમાં સ્વદેશી પ્રવૃત્તિને સક્રિય બનાવવામાં આવી હતી. વિરમગામ તાલુકાના દેકાવાડા અને માંડલ ગામમાં તથા વડોદરા અને સંખેડા તાલુકામાં સ્વદેશી ખાંડ વાપરવાનો નિર્ણય લેવાયો હતો. ૧૯૦૬ માં બંગાળમાં વિદેશી વસ્તુઓના બહિષ્કારને ઉગ્ર બનાવવામાં આવતાં મુંબઈ અને અમદાવાદની કાપડ મિલેએ લગભગ ૧ લાખ ગાંસડીઓ કલકત્તાના વેપારીઓને વેચી મારે નફે કર્યો હતો.
૧૯૦૬ માં સુરતમાં મુંબઈ પ્રાંતિક પરિષદની સભા મળી હતી તેની સ્વાગત સમિતિના પ્રમુખ રા. બ. ખંડુભાઈ દેસાઈ હતા. પ્રાંતિક પરિષદના પ્રમુખ તરીકે શ્રી ભાલચંદ્ર ભાટવડેકર હતા. શ્રી કાનજીભાઈ પ્રતિનિધિ, શ્રી ભૂલાભાઈ સ્વયંસેવક અને ડે. દીક્ષિત કપ્તાન તરીકે હતા. સુરતનું યાદગાર અધિવેશન (૧૯૦૭)
૧૮૪૪, ૧૮૪૮, ૧૮૬૦ અને ૧૮૭૮ માં સુરતની પ્રજાએ બ્રિટિશ સરકારના વિવિધ અન્યાયી કાયદાઓને વિરોધ કરી પ્રજાકીય જાગૃતિને બ્રિટિશ સરકારને પરિચય કરાવ્યો હતો અને એમાં સફળતા મેળવી પ્રસિદ્ધિ મેળવી હતી. ફરી સુરતનું ૧૯૦૭નું મહાસભાનું અધિવેશન યાદગાર બની ગયું હતું, કારણ કે આ સભામાં મહાસભાના વિનીત(મવાળ) દળ અને ઉગ્ર(જહાલી દળ એવા બે સ્પષ્ટ ભાગ પડી ગયા હતા.
૧૯૦૭ માં સુરતમાં મહાસભાનું ૨૩ મું અધિવેશન ભરવામાં આવ્યું હતું તેમાં કુલ ૧૬૦૦ પ્રતિનિધિ આવ્યા હતા. ૧૯૦૬ના કલકત્તાના અધિવેશન પછી મહાસભાનું અધિવેશન નાગપુરમાં ભરવાનું નક્કી થયું હતું, પરંતુ વિનીત(મવાળ) દળને નેતાઓને લાગ્યું કે નાગપુર તે ઉગ્ર(જહાલ)દળને ગઢ છે તેથી આપણે આપણું ધાર્યું ત્યાં કરાવી શકીશું નહિ. નાગપુરને જોખમભર્યું મથક માની એમણે અધિવેશનનું સ્થળ ફેરવીને સુરતમાં રાખ્યું હતું. સુરતમાં વિનીત (વાળ)નું પ્રભુત્વ