________________
પરિશિષ્ટ
રાજકીય સંસ્થાઓ અને મંડળ ઓગણીસમી સદી ભારતમાં સુધારાની સદી ગણાય છે. આ સદીમાં સૌપ્રથમ ધાર્મિક અને સામાજિક સુધારાના શ્રીગણેશ થયા. આ સુધારાની શરૂઆત ભારતીય નવજાગૃતિના જનક અને “હિંદી રાષ્ટ્રવાદના પયગંબર રાજા રામમોહન રાયે કરી હતી. ૧૮૫૦ સુધીમાં લગભગ સંપૂર્ણ ભારત ઉપર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ હતી. આશુતોષ મુખર્જી જેને “સ્વતંત્રતાની ભાષા' કહે છે તેવી અંગ્રેજી ભાષાના શિક્ષણથી ભારતમાં સ્વતંત્રતા રાષ્ટ્રિયતા અને સ્વરાજ્યના ભાવ ઉત્પન્ન થયા. લેકેએ માનસિક સ્વતંત્રતા મેળવી. માનસિક સ્વતંત્રતા વિના સામાજિક સ્વતંત્રતા અને સામાજિક સ્વતંત્રતા વિના રાજકીય સ્વતંત્રતા અસંભવિત છે. ભારતની પ્રજાએ માનસિક સ્વતંત્રતા મેળવ્યા પછી ધાર્મિક અને સામાજિક સુધારા કરી સામાજિક સ્વતંત્રતા મેળવી. ત્યારપછી રાજકીય સ્વતંત્રતા મેળવવાના પ્રયાસ શરૂ થયા. જેમ ધાર્મિક અને સામાજિક સ્વતંત્રતા મેળવવા માટે બ્રહ્મોસમાજ પ્રાર્થનાસમાજ અને આર્યસમાજ જેવી સંસ્થાઓ સ્થપાઈ હતી તેવી રીતે રાજકીય સ્વતંત્રતા મેળવવા માટે ગુજરાતમાં કે મુંબઈ પ્રાંતમાં ૧૮૫૦ સુધી કઈ રાજકીય સંસ્થા કે મંડળ સ્થપાયાં ન હતાં. ધ બૅબે એશિયેશન (મુંબઈ સભા), ૧૮૫ર
ભારતની પ્રથમ રાજકીય સંસ્થા “બ્રિટિશ ઈન્ડિયન એસોશિયેશન'ની સ્થાપના કલકત્તામાં ૧૮૫૧ માં થઈ હતી. કલકત્તાના પગલે પગલે મુંબઈ પ્રાંતની પ્રથમ રાજકીય સંસ્થા "ધ બબ્બે એશિયેશન (મુંબઈ સભા)ની સ્થાપના ૨૬ ઓગસ્ટ, ૧૮૫૨ ના રોજ મુંબઈમાં થઈ હતી. એના પ્રમુખ જગન્નાથ શંકર શેટ અને મંત્રી ભાઉ દાજી હતા. આ સંસ્થાનું ધ્યેય હતું મુંબઈ પ્રાંતના ભારતીની માગણીઓ જાણવી અને દેશનાં ક૯યાણ અને પ્રગતિ માટેનાં પગલાં લેવા માટે સત્તાધીશે સમક્ષ અવારનવાર રજૂઆત કરવી. ગુજરાતમાં પ્રજાકીય રાજકારણને ઉદય
૧૮૫૨ માં મુંબઈમાં બોમ્બે એસોશિયેશનની સ્થાપના થઈ તે પહેલાં ગુજરાતમાં કોઈ રાજકીય સંસ્થાની સ્થાપના થઈ ન હતી. રાજકીય સંસ્થા