________________
બ્રિટિશ કાળ
૧.
આ શાસક સ્વભાવે સ્વતંત્ર મિાજના અને દેશદાઝનાં લાગણી-વિચારાથી સભર હતા. સયાજીરાવ વ્યક્તિગત અને વહીવટી એમ ઉભય પ્રકારની આઝાદીમાં અંતરથી માનતા હતા; આથી તેા એમણે બહાદુરીપૂર્ણાંક અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી હતી. બ્રિટિશ સરકારના અધિકારીએ જેની અવગણના કરતા હતા તેવા પોતાના કાયદેસરના હક્કો માટે તેઓ સદાય ઝઝૂમ્યા હતા અને આથી એમની અને બ્રિટિશ સરકાર વચ્ચે પેતપોતાની હકૂમતને આગ્રહપૂર્વક રજૂ કરવા હરીફાઈ ચાલતી રહેતી હતી, જેની પરાકાષ્ટા લાડ કર્ઝનના સમયમાં જોવા પ્રાપ્ત થઈ. સરકારી અધિકારીએ અને બ્રિટિશ સરકાર-વિધી એમના ટીકાત્મક વનને તથા એમની વહીવટ બાબતમાં અવરોધક નીતિને ડામવાના બધા પ્રકારના પ્રયાસ કર્યા, પણ સરકારને નિષ્ફળતા મળી.
સયાજીરાવ ૧૯૦૪ માં સરકારની અનિચ્છા હૈાવા છતાંય અને પ્રિન્સ ઑફિ વેલ્સની ભારતની શાહી મુલાકાત સામે ધરાર વિદેશ ગયા જ ગયા, અને પોતાની અનુકૂળતાએ ૧૯૦૬ ના અંતમાં સ્વદેશ પાછા ફર્યાં. આથી ગુસ્સે થયેલી બ્રિટિશ સરકારે ૧૯૧૧ ના નવેમ્બરમાં એમની સામે એક લાંબું તહેામતનામું ફરમાવ્યું હતું. આઠ સરકારી અધિકારીઓની સહીવાળું આ તહેામતનામું લા` મા વિસને સબાધીને તૈયાર થયું હતુ. ૩૦
સયાજીરાવના લેાકાભિમુખી વહીવટના ઘોતક દાખલા તા છે એમણે ૧૯૦૭ માં વડાદરા રાજ્યમાં વિધાનસભાની રચના કરીએ. આ વિધાનસભામાં તેઓ ૨૬ ઑકટોબર, ૧૯૧૨ ના દિને ઉપસ્થિત રહ્યા, સ` કા`વાહી નિહાળી અને પછી સભ્યાને ટૂંકુ સખાધન કર્યું. ૩૧
ખ"ગાળાના ભાગલા પછી જૂન, ૧૯૦૭માં સયાજીરાવે દીવાનને લખેલા શબ્દ એમના સ્વત ંગ મિજાજની ખુમારીનાં દર્શન કરાવે છે : ‘કેટલાંક પરિબળાનું આ તાર્કિક પરિણામ છે. ભારતને વધારે ઉદારમતવાદી સરકાર જોઈએ છે. આપણા રાજ્યમાં (આ સંદર્ભે ફેલાયેલા) અસંતાષની લાગણીને રાકવા આપણે કાઈ પગલાં ભરવાં જરૂરી નથી. આપણે આપણા રાજ્યના વિકાસ તરફ ધ્યાન આપીએ,’૩૨ આથી એમણે એમની પ્રજાને લેાકશાહીનેા આત્મા જિવાડવા અને લાકશાહી સંસ્થાએ ઘડવા અનુરોધ કર્યો હતા.
આ બધું સયાજીરાવની રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદ પ્રત્યેની ખુમારી તથા જાગરૂકતા દર્શાવે છે.૩૩ સયાજીરાવના આ અંગેના પ્રયાસ ગુજરાતની પ્રજાના રાજકીય વિચારાના જ દૂઠ્ઠું પડધા પાડે છે એમ કહી શકાય. એમ કહી શકાય કે સયાજીરાવ એમના પૂર્વજોથી રાજકીય બાબતામાં જુદી રીતે વર્ત્યા હતા