________________
૨૦૦
બ્રિટિશ કહે અસ્તિત્વમાં આવી હતી. સુરત-મુંબઈના થોડાક વૈષ્ણવ મહારાજની પ્રપંચલીલા સામે એમણે વ્યાપક ધર્મયુદ્ધ ચલાવેલું. | ગુજરાતમાં પહેલવહેલું પુનર્લગ્ન ઉરચ સવર્ણોમાં કરસનદાસની સહાયથી કર્યું ધનકેરબા અને માધવદાસે ૧૮૬૭માં. વિધવાવિવાહને ઉત્તેજન આપવામાં લાલશંકર ઉમિયાશંકરે એક સંસ્થા અમદાવાદમાં સ્થાપી હતી. કવિ નર્મદે તે વિધવાના પ્રશ્નને પતીકે ગણ્ય હતે.
આપણા દેશમાં નિરાધાર સ્ત્રીઓને પ્રશ્ન પણ સમાજસુધારકોને મૂંઝવતે હત, આથી ૧૯૦૭ માં શિવગૌરી ગજ્જર અને બાજીગૌરી મુનશીના સંયુક્ત સાહસથી વનિતા વિશ્રામની સ્થાપના સુરતમાં થઈ. ગુજરાતની સ્ત્રીકેળવણી અને વિધવાઓના જીવન ઉપર આ સંસ્થાની પ્રબળ અસર થયેલી.
આમ ૧૮ મી–૧૯મી સદી દરમ્યાન-ખાસ કરીને મરાઠાઓના શાસન દરમ્યાન -ગુજરાતી પ્રજાએ જે રાજકીય અસ્થિરતા અનુભવી અને એ વડે જે સામાજિકધાર્મિક-આર્થિક જોખમે. માણ્યાં તેમાંથી બેધપાઠ લઈને તથા અંગ્રેજોના સંપર્કથી પ્રાપ્ત થયેલી વૈચારિક-શૈક્ષણિક સંપ્રાતિને લાભ લઈને ગુજરાતમાં સમાજનાં બધાં ક્ષેત્રમાં હલચલ મચી અને સુધારાના ભયંકર વાવાઝેડામાં આ બધાં ક્ષેત્ર સપડાઈ ગયાં.
રાજકીય ઘટનાઓ ઓગણસમી સદી દરમ્યાન સામાજિક સુધારણાનાં મુખ્ય કેંદ્ર મુંબઈ અને સુરત હતાં, તે રાજકીય પ્રવૃત્તિઓનાં મથક સુરત (પ્રારંભમાં) અને અમદાવાદ (લાંબે સમય) હતાં. આ ઉપરાંત રાજકેટ વડેદરા નડિયાદ જેવા શહેરને ફાળે પણ ધ્યાનાકર્ષક છે.
૧૮૧૮ માં અંગ્રેજી સત્તાનાં મંડાણ થયાં અને હજી એમની વહીવટી અસરને પરિચય થાય ત્યાં તે ગુજરાતની પ્રજાએ અસંતોષને સળવળાટ આરંભી દીધો આ અસંતોષનાં મૂળ ક્યાં છે અને એનાં ક્યાં કારણ છે એને અભ્યાસ કરવા માટે કમ્પની સરકારે કેપ્ટન જેમ્સ આઉટરામને ગુજરાતના પ્રવાસે મેકએણે ૧૪મી સપ્ટેમ્બર ૧૮૩૫ માં પ્રવાસ આરંભી, આશરે એક હજાર માઇલને ગુજરાતવ્યાપી પ્રવાસ ખેડીને ૧૪મી નવેમ્બર ૧૮૩૫ ના રોજ અહેવાલ રજૂ કર્યોઆઉટરામના અહેવાલ અનુસાર ગુજરાત ઉપરનું અને ખાસ કરીને વડોદરા રાજ્ય ઉપરનું કમ્પની સરકારનું પ્રભુત્વ ઘટતું જાય છે અને યુરોપ પ્રત્યેનું માન પણ ઘટતું જાય છે. ગુજરાતની તપાસ કરી અહેવાલ રજૂ કરવા આઉટરામને