________________
શક્યતા
દેશી રિયાસતમાં એ નિયમ હતો કે રાજ અથવા ઠાકોરને મોટા પુત્ર ગાદીને વારસ બને અને બીજા પુત્રોને એકાદ-બે ગામની જાગીર મળે. એ એક-બે ગામને તાલુકદાર પિતાને ત્યાંના ઠાકર તરીકે ઓળખાવે, પરંતુ એની વાર્ષિક આવક ઘણી ઓછી હોવાને લીધે એ પોતાના વિસ્તારમાં યોગ્ય પોલીસતંત્ર તથા જેલની વ્યવસ્થા રાખી શકે નહિ. પરિણામે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન ઊભા. થાય, તેથી અંગ્રેજ સરકારે આવા તાલુકાદારોના પ્રદેશની ફોજદારી સત્તા પિતાના હાથમાં લીધી અને એ અંગેની વ્યવસ્થા ગોઠવી. આવાં આઠથી દસ ગામનું એક જૂથ બનાવવામાં આવ્યું. એ જૂથ માટે અલગ પિલીસથાણુની રચના કરવામાં આવી. એ થાણું ઉપર થાણદાર' નામને અધિકારી અંગ્રેજ પોલિટિકલ એજન્ટ દ્વારા નીમવામાં આવતું અને એ અંગ્રેજ અધિકારીને જવાબદાર હતા. એ તાલુકાદાર વતી ફોજદારી કાયદાને અમલ કરવાને હતે.૪૨ ૨. જમીન-મહેસૂલ
જમીન મહેસૂલને આધાર જમીનની જાત અને પાકના પ્રકાર ઉપર રહેતા. કેટલાંક રાજ્યમાં મહેસૂલ અનાજમાં લેવામાં આવતું, જેને “ભાગબટાઈ' કહેવામાં આવતી, કેટલાંક રાજ્યોમાં મહેસૂલ રેડ રકમમાં લેવામાં આવતું, જેને “
વિટી’ કહેવામાં આવતી. ભાગબટાઈની પદ્ધતિમાં સામાન્ય રીતે ઉત્પન્નને ભાગ લેવામાં આવતા અને વિધેટીમાં એક એકર જમીને 3 રૂપિયે લેવામાં આવ.૪૩
- દરેક મોસમમાં પાક જ્યારે તૈયાર થાય ત્યારે ગામને બધે પાક એક જગ્યાએ એકઠા કરવામાં આવતું. એ જગ્યાને “ખળી' કે “ખળાવાડ તરીકે ઓળખવામાં આવતી. ત્યાંથી રાજ્યને ભાગ જુદો પાડીને ગાડાંઓ મારફત રાજ્યના મુખ્ય મથકમાં લઈ જવામાં આવતું. જે જમીનને પાક જમીનના માલિકે ખળી નાખ્યા વગર બહાર ખળી કરી ઉપાડી લેતા તે જમીન બારખલી” તરીકે અને એવી જમીનના માલિકે બારખલીદાર” તરીકે ઓળખાતા. ઈડર તથા પાલનપુર રાજ્યમાં કળતર-પદ્ધતિ પ્રચલિત હતી. એમાં દરબાર કે રાજયના અધિકારી પોતે ખેતર ઉપર જઈને ઊપજને અંદાજ પંચ આગળ કઢાવતા અને જે રાજભાગ નક્કી થાય તે અનાજના રૂપમાં લેવામાં આવતે.
દરેક રાજ્યમાં મહેસૂલ ઉઘરાવવા તેમજ એને લગતા પ્રશ્ન પતાવવા માટે મહેસૂલ-ખાતું રાખવામાં આવતું અને એના ઉપરી તરીકે રેવન્યુ કમિશનર અથવા “રેવન્યુ કારભારી” નામને અમલદાર નીમવામાં આવતું. એની નીચે વસૂલાત–અધિકારીઓ રહેતા. દુષ્કાળ સમયે ખેડૂતોને રાહત આપવામાં આવતી.
૧૨