________________
બ્રિટિશ કાજ
સીધા નિમાયેલા તલાટી(ગામને હિસાબનીશ)એ લીધું. મામલતદાર કે કમાવીસદારનું સ્થાન જોઈએ તેવું સંતોષજનક નહતું. જો કે એ કલેકટરના હાથ નીચે મુખ્ય માણસ હતું અને જિલ્લાની મહેસૂલ અને પોલીસ બાબતેને એ મુખ્ય દેશી અધિકારી હતા. રૈયતવારી પદ્ધતિને કારણે ગામે સરકારી અધિકારીઓના સીધા. સંપર્કમાં આવ્યાં અને સરકારે હિસાબનીશેની સીધી જ નિમણૂક કરી. કલેકટરનું યોગ્ય નિરીક્ષણ દાખલ થયું; એ સાથે વહીવટીતંત્રમાં કમિશનરને તપાસ કરવાનું કાર્ય સંપાયું.૧
મામલતદારની ફરજોમાં જમીન-મહેસૂલ ભેગું કરવું, પોલીસ-વ્યવસ્થા ઉપર કાબૂ ધરાવ, દીવાની અને જદારી ફરિયાદે સ્વીકારવી વગેરે મુખ્ય હતી, એને આ ફરજોમાં મદદ કરવા શિરસ્તેદાર, હિસાબનીસ અને હાથ નીચેના કારકૂને હતા.
૧૮૩૭ માં મીઠા ઉપર આબકારી જકાત નાખવા માટે કાયદો પસાર કરવામાં આવ્યો, મીઠાના ઉત્પાદનનાં બધાં જ ક્ષેત્રોને કસ્ટમ્સ અને એકસાઈઝના કલેકટરના હાથ નીચે મૂકવામાં આવ્યાં. આ કલેકટરને ડેપ્યુટી કલેકટર અને બીજા પાંચ મદદનીશ કલેકટર આપવામાં આવ્યા હતા. આ વ્યવસ્થા ૧૮૫૪ સુધી ચાલુ રહી. આ વર્ષે સમગ્ર મુંબઈ પ્રેસિડેન્સીનાં સમગ્ર સમુદ્ર અને જમીન ઉપરની જકાત અને મીઠાવેરાની વ્યવસ્થા માટે કમિશનરની નિમણૂક થઈ હતી.
૧૮૨૮-૨૯થી એક વ્યક્તિમાં ન્યાયકીય અને મૅજિસ્ટ્રેટની સત્તાઓ ભેગી હતી તેને જુદી પાડવામાં આવી અને જિલ્લાના કલેકટરને મેજિસ્ટ્રેટની સત્તાઓ અને પિલીસ ખાતા ઉપર કાબૂ રાખવાનું કાર્ય સંપવામાં આવ્યું. મુંબઈમાં સુપ્રીમ કોર્ટ કે કિંગ્સ કેટે હતી, જેણે ૧૮૨૩ માં રેકેસ કેર્ટનું સ્થાન લીધું હતું અને કમ્પનીની કેટે હતી જે “સદર દીવાની અદાલત” અને “સદર ફોજદારી અદાલત' તરીકે ઓળખાતી હતી. આ કાર્યોને ૧૮૨૭ માં સુરતથી બદલીને પ્રેસિડેન્સીની રાજધાનીમાં ખસેડવામાં આવી. સદર દીવાની અદાલતમાં ચાર ન્યાયાધીશ, રજિસ્ટ્રાર, મદદનીશ રજિસ્ટ્રાર હતા, પરંતુ એની પાસે મૂળ દાવાની સત્તા નહતી. ફોજદારી અદાલતમાં કાઉન્સિલને જુનિયર સભ્ય એ એને ચીફ જજ અને બીજા ત્રણ ઊતરતી કક્ષાના ન્યાયાધીશ હતા, જેઓ જિલ્લાઓની બધી જ કેજદારી અને પેલીસ બાબત ઉપર નિરીક્ષણ કરતા. | ગુજરાતમાં સદર અદાલતના કાર્યક્ષેત્રમાં પ્રાંતીય અદાલત હતી, જે અપીલ અને સર્કિટ કેટ હતી. એનું સ્થાન સુરતમાં હતું અને એમાં ત્રણ ન્યાયાધીશ હતા. આ કેટે દીવાની અદાલત તરીકે કામ કરતી, જ્યારે ન્યાયાધીશોમાંને.