________________
૧૪૬
બ્રિટિશ કાહ સરકારે છોટાઉદેપુરનું પોતાનું આધિપત્ય બ્રિટિશ સરકારને સુપરત કર્યું ને ગાયકવાડને અપાતી ખંડણીને આંકડે મુકરર કરાવ્યું. પૃથુરાજજી અપુત્ર હેઈ એમની ગાદી એમના પિતરાઈ ભાઈ ગુમાનસિંહજીને મળી (૧૮૨૨). તેઓ પણ અપુત્ર મૃત્યુ પામતાં (૧૮૫૧) એમને વારસે એમના ભત્રીજા જિતસિંહજીને પ્રાપ્ત થયો. ૧૮૫૮ માં તાતિયા ટોપેએ છોટાઉદેપુર લૂંટયું; બ્રિટિશ સરકારની લશ્કરી ટુકડીએ એની લશ્કરી ટુકડીને ત્યાંથી વિખેરી નાખી. મહારાવળ જિતસિંહજીને મૃત્યુ (૧૮૮૧) બાદ એમની ગાદી એમના પાટવી કુંવર મેતસિંહજીને મળી એમના પછી એમના કુંવર ફતેસિંહજી ગાદીએ આવ્યા (૧૮૯૫). એમની સગીર વય દરમ્યાન એજન્સીએ ઍડમિનિસ્ટ્રેટર ની. પુખ્ત વયે પહોંચતાં ૧૯૦૩ માં ફતેસિંહજીને સત્તાનાં સૂત્ર સોપાયાં.
૧૦. બારિયા–દેવગઢ બારિયામાં પણ ખીચી ચૌહાણ કુલના રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. મહારાવળ ગંગદાસજી ૨ જ(મૃત્યુ ૧૮૧૯)ના કુંવર પૃથુરાજજી ૨ જા સગીર વયના હેઈ ૧૮૨૪ થી ત્યાં એજન્સીએ નીમેલા કારભારીને વહીવટ રહ્યો. એ વર્ષે સાલમશાહીની ખંડણની રકમ પણ કરાવવામાં આવી. પૃથુરાજજીના મૃત્યુ (૧૮૬૪) બાદ એમના કુંવર માનસિંહજી ગાદીએ આવ્યા. એમની સગીર અવસ્થા દરમ્યાન રાજ્યકારભાર બરાબર ન ચાલતાં અંગ્રેજ સરકારે ૧૮૬૫ માં ત્યાં જતી મૂકી, પુખ્ત વયના થતાં માનસિંહજીએ સત્તા સંભાળી લીધી (૧૮૭૬).એ ૧૯૦૮માં મૃત્યુ પામ્યા ને એમની ગાદી એમના પાટવી કુંવર રણજિતસિંહજીને મળી. ૭
૧૧. લુણાવાડા–વીરપુરા સોલંકી કુલના રાજા પ્રતાપસિંહની ગાદી એમના બીજ કુંવર ફતેસિંહજીએ કબજે કરી (૧૮૦૩). અંગ્રેજ સરકારની મધ્યસ્થી મારફત સિંધિયાને ભરવાની ખંડણી નક્કી થઈ (૧૮૧૮). ૧૮૨૦માં આ રાજ્ય મહીકાંઠા એજન્સીમાં મુકાયું, પણ ૧૮૨૫ માં એને રેવાકાંઠા એજન્સીમાં દાખલ કરાયું. ફતેસિંહજીના મૃત્યુ (૧૮૪૯) બાદ એમના દત્તક પુત્ર દલપતસિંહજી ગાદીવારસ થયા, પણ એ સગીર અવસ્થામાં ૧૮૫૧ માં અકાલ મૃત્યુ પામ્યા ને દલસિંહજી નામે ભાયાતને દત્તક લઈ ગાદીવારસ તરીકે સ્વીકારવામાં આવ્યા. તેઓ ૧૮૬૭માં અપુત્ર મૃત્યુ પામ્યા. રાણું મેતીકુંવરબાએ સાત વરસના વખતસિંહજીને દત્તક લીધા અને એમને ગાદી મળી. એમની સગીર વય દરમ્યાન બ્રિટિશ સરકારે રાજ્યને સઘળો કારભાર પિતાને હસ્તક લીધે. ૧૮૮૦માં પુખ્ત વયના થતાં વખતસિંહજીને સત્તા સોંપાઈ. ૧૮૮૯ માં બ્રિટિશ સરકારે એમને કે. સી. આઈ. ઈ.'(નાઈટ કમાન્ડર ઑફ ધી ઇન્ડિયન એમ્પાયર)ને ખિતાબ આપે. એમના સમયમાં અર્વાચીન લુણાવાડાને પાયે નખાય. એમની લકવા-અવસ્થા દરમ્યાન એમના પાટવી