________________
૧૪૨
" બ્રિટિશ કાલ
અનંતજી અમરચંદ વસાવડા, શેઠ ડુંગરશી દેવશી, ગોકુળ સંપતરામ ઝાલા અને જમાદાર સાલેહ બિન સાલેહ હિન્દીએ દિવાન તરીકે કામગીરી બજાવી હતી. નવાબના સાળા બહાઉદ્દીનભાઈ વઝીર હતા. જૂનાગઢ રાજ્યની સ્વતંત્ર સિક્કા પાડવાની સત્તાને બ્રિટિશ સરકારે સ્વીકાર કર્યો હતો અને તેથી આ નવાબના સમયમાં દીવાનશાહી કોરી, તાંબાના દોકડાઓ અને સેનાન કરી જેવા સિક્કા જૂનાગઢની ટંકશાળમાં પાડવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૮૭૩ માં બહાદુરખાનજી હાઈસ્કૂલ સ્થપાઈ.૭૪ ઈ. સ. ૧૮૮૨ માં મહાબતખાન ૨ જ જન્નતનશીન થતાં એમના પુત્ર બહાદુરખાન ૩ જા એમના ઉત્તરાધિકારી બન્યા. એમણે રાજકોટની રાજકુમાર કેલેજમાં શિક્ષણ લઈને વહીવટતંત્રને અનુભવ મેળવ્યા હતા. એમના સમયમાં સરદાર હરિદાસ બિહારીદાસ દેસાઈની દીવાન તરીકે અને પુરુષોત્તમરાયા સુંદરજી ઝાલાની નાયબ દીવાન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ નવાબના સમયમાં “ઈજારા પદ્ધતિ” તથા “જમાદાર પદ્ધતિ નાબુદ કરવામાં આવી અને બહારવટિયા કાદુ મકરાણીને જેર કરવામાં આવ્યો. નવાબના મામા બહાઉદ્દીનભાઈ વઝીર તરીકે ચાલુ હતા.
ઈ. સ. ૧૮૯૨ માં નવાબ બહાદુરખાન ૩ જાનું અવસાન થયું. એમને પાંચ પત્નીએ હેવા છતાં કોઈ પુરુષ વારસદાર ન હોવાથી એમના પછી એમના નાના ભાઈ રસુલખાન નવાબની ગાદીએ આવ્યા. એમના અમલ દરમ્યાન ચુનીલાલ સારાભાઈ હઝરત, હરિદાસ બિહારીદાસ, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર બેચરદાસ દેસાઈ, સર અબ્બાસઅલી બેગ અને મિ. કુરેશીએ જૂનાગઢના દીવાન તરીકે કામગીરી બજાવી હતી, જ્યારે બહાઉદ્દીનભાઈ આ સમયે પણ વઝીર તરીકેની કામગીરી સંભાળતા હતા. ઈ. સ. ૧૮૯૭માં લેગ તથા ઈ. સ. ૧૯૦૦ માં દુષ્કાળને લીધે ઘણી ખુવારી થઈ હતી. ઈ. સ. ૧૮૯૭ માં બહાઉદ્દીન કેલેજ સ્થપાઈ.૭૫ ૩૩ નવાં ગામ વસાવવામાં આવ્યાં. ઈ. સ. ૧૯૧૧ માં નવાબ રસૂલખાનનું મૃત્યુ થતાં એમના સગીર ઉમરના પુત્ર મહાબતખાન ૩ જી નવાબ બન્યા. એમની સગીરાવસ્થા દરમ્યાન એચ. ડી. રેન્ડાલે વહીવટદારની કામગીરી સંભાળી હતી.98
૬, અન્ય ધપાત્ર રિયાસતે ' તળ-ગુજરાતની તથા કચ્છ-સૌરાષ્ટ્રની મુખ્ય રિયાસતને ટૂંક વૃત્તાંત ઉપર આલેખાય છે તેના અનુસંધાનમાં ચેથા વર્ગ સુધીની અન્ય રિયાસતની મહત્વની ઘટનાઓનું વિહંગાવલોકન કરીએ.