________________
સમકાલીન રિયાસત ૪, વઢવાણ
ઠાકર જાલમસિંહજીની સગીરાવસ્થા દરમ્યાન એમની માતા બાઈરાજબાએ એમના વતી વહીવટ ચલાવ્યો હતો. ઈ. સ. ૧૮૨૭ માં ઠાકોર જાલમસિંહજીનું ભરજુવાનીમાં અવસાન થતાં એમનાં બાળપુત્ર રાજસિંહજીને ગાદીએ બેસાડવામાં આવ્યા, પરંતુ બાળરાજ વતી વહીવટ ચલાવવાની સત્તા માટે રાજસિંહજીની માતા બાજીરાજબા અને એમના પિતાની માતા બાઈરાજબા (વહુ અને સાસુ) વચ્ચે ઝઘડો થયો, જેમાં બાજીરાજબાને વિજય થયો.
ઈ. સ. ૧૮૭૫ માં ઠાકર રાજસિંહજીનું અવસાન થતાં એમના પૌત્ર (ચંદ્રસિંહજીના પુત્ર) દાજીરાજજી ગાદીના વારસ બન્યા. ઈ. સ. ૧૮૮૩ માં એમણે કાઠિયાવાડના મદદનીશ પિલિટિકલ એજન્ટ મિ. ડન સાથે ઇંગ્લેન્ડ તથા યુરોપની મુલાકાત લીધી. ઈ. સ. ૧૮૮૫ માં દાજીરાજજીનું અપુત્ર મૃત્યુ થતાં એમના નાના ભાઈ કાળુભા ઉફે બાલસિંહજી વઢવાણની ગાદીએ આવ્યા.૮ બાલસિંહજીએ લગભગ ૨૫ વર્ષ રાજ્ય કર્યા પછી ઈ. સ. ૧૯૧૦ માં એમનું અપુત્ર અવસાન થયું. એ પછી એમના કાકા બેચરસિંહજીના પુત્ર જશવંતસિંહ ગાદીનશીન બન્યા. ૨૯
૪ ગુહિલ વશની રિયાસતો ૧. ભાવનગર
આ રાજ્યનું ક્ષેત્રફળ ૭,૪૦૭ ચો. કિ. મી., ૧૯૨૧ માં વસ્તી ૪૨૬,૪૦૪ અને વાર્ષિક આવક રૂ. ૮૬,૫૫,૬૨૮ હતી. - ઈ. સ. ૧૮૧૬માં ઠાકોર વજેસિંહજી ગાદીએ આવ્યા હતા. ઈ. સ. ૧૮૧૭ માં સૌરાષ્ટ્રમાં આવેલા વડોદરાના મદદનીશ રેસિડેન્ટ કેપ્ટન બેલેન્ટાઈન સાથે એમણે જૂનાગઢ રાજ્યને અપાતી “જોરતલબીની રકમ નક્કી કરી હતી. એમના સમયમાં ખુમાણ કાઠીઓ સાથેના ઝગડા ચાલુ રહ્યા. કુંડલાના હાદા ખુમાણે ૧૮૨૧ માં ભાવનગર રાજ્યનાં બે ગામ ભાંગીને બહારવટું શરૂ કર્યું. જોગીદાસ ખુમાણ, ઘેલે ખુમાણુ વગેરે ભાઈઓ સાથમાં હતા. જેતપુર અને ચીતળના કાઠી દરબારો આ બહારવટિયાને સાથ આપતા હતા તેથી ભાવનગરની ફરિયાદ ઉપરથી જેતપુર દરબાર મૂળુવાળાને અટકમાં લઈને એના રાજ્ય ઉપર જપ્તી મૂકવામાં આવી. કેટલાક ખુમાણેને જેતપુર દરબારે પકડી રજૂ કર્યા હતા, પણ જોગીદાસ વગેરે ગીરમાં છટકી ગયા હતા. એમના બહારવટાને અંત ૧૮૨૯ માં આવ્યો. જોગીદાસની નેકી અને એના શીલને એની ક્ષાત્રવૃત્તિને અને એની ખાનદાનીને સૌરાષ્ટ્રના લેકકવિઓએ ભારે બિરદાવી છે. ઈ. સ. ૧૮પર માં વજેસિંહજીનું મૃત્યુ થતાં એમના