________________
સમકાલીન રિયાસતા
Re
સુંવાગે એમની પુત્રીના લગ્નની વ્યવસ્થા કરવાની શરતે લખી આપી હતી. ગ ંભીરસિહુને એમના કુટુંબ સાથે બનતું ન હેાવાથી મરણુસમયે અકીનની એણે સહાય માગી અને ૧૮૩૭ માં એની સાત પત્નીએ સાત રખાતે સહિત સતી થઈ. કૅપ્ટન આઉટરામના વખતમાં ઈડર ૧૮૩૭ માં એજન્સીના વહીવટ નીચે મુકાયું. મહારાજ જવાનસિંગે ઈડર અને અહમદનગર (હિંમતનગર) વચ્ચેના પુરાણા ઝઘડાના ૧૮૪૮ માં અંત આણ્યો. વષે ઈડર અને અહમદનગર રાજ્યાનું એકીકરણ થયું. ગંભીરસિંહના પુત્ર ઉમેદસિંહ પતાની હયાતીમાં મરણ પામવાને કારણે પૌત્ર જવાનસંગ ૧૮૫૫ માં ગાદીએ આવ્યા હતા. ૩૮ વરસની વયે (૧૮૬૮) એ મૃત્યુ પામતાં ૭ વરસની વયે કેસરીસિંહ ગાદીએ આવ્યા. અને ઈડર એજન્સીના વહીવટ નીચે કરી મુકાયું. એણે રાજકુમાર કૅલેજમાં શિક્ષણ લીધુ` હતું. ૧૮૮૨માં એ ગાદીનશીન થયા. એણે રાજ્યમાં સુધારા દાખલ કર્યા. ૨૦-૨-૧૯૦૧ ના રાજ એ મરણ પામ્યા. ૪-૧૦-૧૯૦૧ના રાજ જન્મેલ કૃષ્ણસંહનું બાળ વયે ૩૦-૧૧-૧૯૦૧ માં મૃત્યુ થયું. હવે જોધપુરના પ્રતાપસિંહ ઈડરની ગાદોએ આવ્યા. જૂન ૧૯૧૧ માં પ્રતાપસિંહે એમના દત્તક પુત્ર દાલસિ ંહની તરફેણમાં ગાદીત્યાગ કર્યો અને પેતે જોધપુર-નરેશ રામસિંહની સગીરાવસ્થા દરમ્યાન રિજન્ટ તરીકે રહ્યા. દોલતસિંહજી પ્રતાપસિ ંહના ભત્રીજો હતા. પોશીના અને ડુંગરપુર સાથેના સરહદી ઝઘડાના નિકાલ કર્યા હતા. ૧૯૧૦ માં મહારાજકુમાર દાલસિંહૈ રાજ્યની ધુરા ૪૧ વર્ષની વયે સ ંભાળી હતી, એના શાસન દરમ્યાન અમદાવાદ-પ્રાંતીજ રેલવે લાઈન હિ'મતનગર સુધી લંબાવવામાં આવી. ૧૮૭૮ થી રાજ્યમાં શિક્ષણની સુવિધા પ્રાપ્ત થઈ હતી. ૧૯૦૫ માં પ્રાથમિક શિક્ષણ મફત કરાયું હતું ઇડરમાં અંગ્રેજી શાળા શરૂ કરી માધ્યમિક શિક્ષણની શરૂઆત કરાઈ હતી. ઈડર ‘ખીચડી’ તરીકે ઓળખાતી ખંડણી નજીકનાં નાનાં રાજ્યેા પાસેથી વસૂલ કરતું હતું.૩૬ હિંમતસિંહજી એના વારસ હતા. એમના નામ પરથી અહમદનગરનું નામ બદલી ‘હિમતનગર' રખાયુ ૫. કચ્છ-સૌરાષ્ટ્રની મુખ્ય રિયાસતા
પ્રસ્તાવના
કચ્છ અને સૌરાષ્ટ્રનાં રાજ્યેા ઉપર સીધા અંકુશ અને દેખરેખ સ્થાપવા માટે ઈ. સ. ૧૮૧૯ માં કચ્છમાં બ્રિટિશ રેસિડેન્ટની નિમણૂક કરવામાં આવી છ ને ઈ. સ. ૧૮૨૦ માં રાજકાટમાં કાઠિયાવાડ માટેની પોલિટિકલ એજન્સીની સ્થાપના કરવામાં આવી.૩૮ ઈ. સ. ૧૮૪૦ ની ૧ લી એપ્રિલથી કચ્છના બ્રિટિશ રેસિડેન્ટને પોલિટિકલ એજન્ટના હદ્દો આપવામાં આવ્યા હતા.૩૯