________________
બ્રિટિશ કાળ
૧૧૦
રેખાંશ વચ્ચે આવેલ છે. ૧૯૦૧ માં એની વસ્તી ૪,૮૦,૪૧૦ માણસની હતી. આ એજન્સીમાં પાલણપુર અને રાધનપુરનાં પ્રથમ વર્ગનાં ખે રાજ્ય અને ખાકીનાં નવ દેશી રાજ્ય તે તેના દરજ્જા પ્રમાણે આછી-વધતી સત્તા ભાગવતાં હતાં. પેાલિટિકલ એજન્ટ આ પ્રદેશ ઉપર બ્રિટિશ શાસનના પ્રતિનિધિ તરીકે હકૂમત ધરાવતા હતા.
મહી અને સાબરમતી વચ્ચે આવેલાં દેશી રાજ્યાના સમૂહ મહીકાંઠા એજન્સી' તરીકે ઓળખાતા હતા. આબુરોડથી ૧૩ કિ. મી. દૂર ઉત્તરે એની સરહદ હતો. રાજસ્થાન સરહદે ખેરવાડા કૅન્ટાનમૅન્ટથી ૨૯ કિ. મી. દૂર સુધી એની સરહદ હતી. એની પૂર્વ સરહદ સૌરાષ્ટ્રની સરહદથી ૧૪ કિ.મી. દૂર રામપુરા સુધી ફેલાયેલી હતી. જૂના મુંબઈ રાજ્યના ઈશાન ખૂણે આવેલા આ વિસ્તારની ઉત્તરે મેવાડ અને શિરાહીનાંગરાળ વિસ્તાર આવેલ. પૂર્વ તરફ ડુંગરપુર રેવાકાંઠા અને ખેડા આવેલ, જ્યારે દક્ષિણ સરહદે લુણાવાડા અને વાડાસનેરનાં દેશી રાજ્ય, ખેડા જિલ્લા, અમદાવાદ જિલ્લા તેમ વડાદરા રાજ્યને દહેગામ તાલુકા આવ્યા હતા. પશ્ચિમે પાલણપુર અને મહેસાણા જિલ્લાના ખેરાળુ તથા વિજાપુર તાલુકા અને પાલણપુર રાજ્ય આવેલાં હતાં. એની વધુમાં વધુ લંબાઈ ૧૪૫ કિ. મી. તથા પહેાળાઈ ૯૬ કિ. મી. હતી. રાજ્યાની સંખ્યા ૬૪ હતી. નાની મારવાડ કે ઈડર અને એના તાબાના પ્રદેશ, રહેવર કે રહેવર રાજપૂતાના તાબાનેા પ્રદેશ, વાત્રકકાંઠે, વાસણા અને સાદરાના રાજપૂતાનાં ૨૨ ગામે પટ્ટો અને કટાસણના આમાં સમાવેશ થતા હતા. આ પ્રદેશ હમેશાં તાફાની તે બળવાખાર પ્રવૃતિ માટે જાણીતા હતા. ૧૮૧૩ માં આસિસ્ટન્ટ રેસિડેન્ટ ખેલેન્ટાઈને ગાયકવાડ અને આ પ્રદેશના ઢાકારા સાથે વૉકર સેટલમેન્ટ' જેવુ તહનામુ કરાવેલ. ગાયકવાડ સરકાર આ પ્રદેશમાં વ્યવસ્થા ન સંભાળી શકવાથી અનેા હવાલા અંગ્રેજોને ૧૮૨૦ માં એણે સોંપ્યા હતા. એને વિસ્તાર ૯૧૩૭ ચા. કિ. મી. હતા. ૧૮૨૮ માં જે. વિલાબી પેલિટિકલ એજન્ટ તરીકે નિમાયા હતા. ૧૯૦૧ માં એની વસ્તી ૩,૬૧, ૫૪૫ હતી.
રવાકાંઠા એજન્સીમાં ૬૧ દેશી રાજ્યે આવેલાં હતાં તે પૈકી રાજપીપળા પ્રથમ વર્યાંનુ હતુ, જ્યારે છોટાઉદેપુર બારિયા લુણાવાડા વાડાસિનેર અને સંતરામપુર ખીજા વર્તનાં રાજ્ય હતાં. બાકીનાં ૫૫ રાજ્ય ત્રીજ વર્ગનાં હતાં. આ બધાં રાજ્ય રેવા કે નર્મદાના તટ ઉપર કે એની નજીક આવેલાં નથી. ઉત્તર તરફનાં કડાણા લુણાવાડા વાડાસનેાર પાંડુમેવાસ મહી ઉપર કે એ નજીક આવેલાં હતાં, પણ વહીવટી સુગમતા ખાતર એ બધાંને રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટ નીચે મૂકવામાં