________________
બ્રિટિશ કાલ
લીધે હતે. જામનગર અને પોરબંદર રાજ્યો વચ્ચે કરણના કિલ્લાના કબજા બાબત ઝઘડા પ્રસંગે કમ્પની સરકારે દરમ્યાનગીરી કરી પોરબંદરને ન્યાય આપ્યા હતે. ખુમાણ અને વાઘેરના બહારવટાના પ્રસંગમાં બહારવટિયાને આશ્રય આપનાર દેશી રાજાઓને અટકમાં લઈને કે એમને રાજ્ય બહાર ચાલ્યા જવા ફરજ પાડી સાર્વભૌમ સત્તાએ શિક્ષા કરી હતી. આ રીતે જેતપુરના કાઠી દરબારને અટકમાં લીધેલ અને રિબંદરના વિક્રમાજિતને રાજકેટ રહેવા ફરજ પાડી હતી. વડોદરાના મલ્હારરાવને ગેરવહીવટ તથા કર્નલ ફેરને ઝેર આપવાને આરોપ મૂકીને પદભ્રષ્ટ કર્યો હતે. સરહદી ઝઘડાઓના પ્રશ્નોમાં રાજ્ય વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરીને તકરારી પ્રશ્નોની પતાવટ પોલિટિકલ એજન્ટ અને એને તાબેદાર નેકરો કરતા હતા અને આ માટે રાજસ્થાનિક કોર્ટની સ્થાપના પણ કરી હતી. આમ ૧૮૦૨ થી ઈસ્ટ ઈન્ડિયા કંપની અને ૧૮૫૮ પછી બ્રિટિશ સરકાર ગુજરાતમાં સાર્વભૌમ સત્તા બની હતી.
મુંબઈના ગવર્નર ડંકને મેજર એલેકઝાન્ડર વકરને વડોદરાના પ્રથમ રેસિ. ડેન્ટ તરીકે નીમ્યા હતા. એમણે ૧૧-૭-૧૮૦૨ ના રોજ ચાર્જ લીધે હતે. શરૂઆતમાં આ રેસિડેન્ટ મુંબઈના ગવર્નર નીચે હતો, પણ સયાજીરાવ બીજાના સમયમાં રેસિડેન્ટ વિલિયમ્સ સાથેના સંબંધ બગડતાં રેસિડેન્સી બંધ કરી એ અમદાવાદ રહ્યો હતો અને એણે ગુજરાતના પલિટિકલ કમિશનર તરીકે ૧-૧૨-૧૮૩૦થી કામગીરી સંભાળી હતી. સહાયકારી યોજના નીચે વડોદરામાં અગ્રેિજે તરફથી ઊભું કરાયેલું સૈન્ય ઉત્તર વિભાગના સૌન્ય સાથે જોડી દેવામાં આવ્યું હતું અને વડોદરા રાજ્ય સીધું ગવર્નર-જનરલની સત્તા નીચે મુકાયું હતું. ત્યારબાદ વહીવટી મુશ્કેલી જણાતાં અને સંબંધો સુધરવાથી ફરીથી વડોદરા રાજ્ય ગવર્નરના અંકુશ નીચે મુકાયું હતું, રેસિડેન્ટને દેશી એજન્ટ મદદ કરતું હતું. પાછળથી વડોદરામાં એ.જી.જી. (એજન્ટ ટુ ગવર્નર જનરલ) રહેતે હતા.
સૌરાષ્ટ્રમાં ૧૮૦૭ ના કર કરારને કારણે કંપની સરકારને ગાયકવાડ વતી ખંડણી ઉઘરાવવાને હક્ક મળતાં ૧૮૨૦ માં રાજકોટમાં કમ્પની સરકારે એજન્સીની સ્થાપના કરી હતી. સને ૧૮રર માં એલિટિકલ એજન્ટ તરીકે કેપ્ટન બાર્નવેલની નિમણૂક કરવામાં આવી હતી. આ પેલિટિકલ એજન્ટ સીધે ગવર્નરને જવાબદાર હતું અને એના હાથ નીચે ઝાલાવાડ હાલાર સોરઠ અને ગોહિલવાડમાં પોલિટિકલ આસિસ્ટન્ટ હતા. બાવાવાળાના બહારવટાના પ્રસંગે, મૈયાની કતલના પ્રસંગે, ગાંડળના પ્રદેશમાં જૂનાગઢના લશ્કરે લૂંટ ચલાવી ત્યારે તથા ખુમાણે