________________
સમકાલીન રિયાસતો વર્ગ ૨–છોટાઉદેપુર
બારિયા લુણાવાડા વાડાસિનેર
વર્ગ ૪–કડાણ
ભાદરવા
સંજેલી
આ એજન્સીમાં નાની ૫૫ રિયાસત હતી, તેમાં કડાણ અને સંજેલી અગ્રિમ સ્થાન ધરાવતી. નાર્કોટ સંસ્થાન પહેલાં પંચમહાલ જિલ્લામાં હતું, તેને પછી રેવાકાંઠા એજન્સી નીચે મૂકેલું. પાંડુમેવાસન વિભાગ મહીનદીના કાંઠા પર પથરાયેલું છે. એમાં આવેલી રિયાસતમાં ભાદરવા અને ઉમેઠા નોંધપાત્ર છે. એ સિવાયની રિયાસત એજન્સી થાણદારની દેખરેખ નીચે હતી. નર્મદાના જમણું કાંઠે આવેલા સંખેડામેવાસમાં ૨૬ નાની રિયાસત હતી. આ પરગણું પણ એજન્સી થાણદારની દેખરેખ નીચે હતું.
સુરત એજન્સીમાં વાંસદા ધરમપુર અને સચીન એ ત્રણેય બીજા વર્ગની રિયાસત હતી. સત્તાનું નિયતીકરણ
પહેલા વર્ગની રિયાસતના રાજાઓને બ્રિટિશ મુલકની રૈયત સિવાય કઈ પણ રૈયતના ગુનેગારને ફોજદારી મુકદ્મામાં દેહાંતદંડ સુધીની સજા કરવાને અને દીવાની મુકદ્મામાં ગમે તેટલી રકમના દાવા સાંભળવાને પૂર્ણ અધિકાર હતે. બ્રિટિશ મુલકની રૈયતના ઇન્સાફ માટે પિલિટિકલ એજન્ટની પરવાનગી જરૂરી હતી.
બીજા વર્ગની રિયાસતના રાજાઓને ફેજદારી મુકદ્મામાં પિતાની યાતના ગુનેગારને દેહાંતદંડ સુધીની શિક્ષા કરવાનો અધિકાર હતો. કાઠિયાવાડ એજન્સીમાં દેહાંતદંડ માટે પેલિટિકલ એજન્ટની મંજૂરી જરૂરી નહતી. મહીકાંઠા જેવી કેટલીક એજન્સીઓમાં દેહાંતદંડ માટે પિલિટિકલ એજન્ટની મંજૂરી લેવી પડતી. દીવાની મુકદમામાં અમુક એજન્સીમાં કુલ અખત્યાર હતો, જ્યારે બીજી કેટલીક એજન્સીઓમાં રૂ. ૨૦,૦૦૦ સુધીના દાવા સાંભળવાનો અધિકાર હો.
ત્રીજા વર્ગની રિયાસતના રાજ્યક્તઓને કાઠિયાવાડ એજન્સીમાં ફોજદારી મુકદ્મામાં સાત વરસ સુધીની સખ્ત કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦ સુધીને દંડ