________________
બ્રિટિશ કાલ મોડી(હાલ માલપુર મહાલ)માં માલપુરના ઠાકરની શાખા સ્થપાઈ હતી. વાઢેર કે વાઢેલ કુલના રઠેડની એક રિયાસત સૌરાષ્ટ્રમાં ઓખામંડળમાં હતી તે અસ્ત પામી ચૂકી હતી.
દાંતા(બનાસકાંઠા)માં પરમાર વંશના મહારાણાઓની રિયાસત હતી. સંત કે સ્થ(તા. સંત-રામપુર જિ. પંચમહાલ)માં તથા કડાણા(તા. સંતરામપુર)માં પણુ પરમાર વંશની રિયાસત હતી. પરમાર કુલની એક બીજી રિયાસત સૌરાષ્ટ્રમાં મૂળી( ઝાલાવાડ)માં હતી. - કાઠીઓની શાખાઓમાં વાળાએ ખુમાણે અને ખાચરે ‘શાખાયત' ગણાયા છે. એ પૈકી જસદણ(હાલ જિ. રાજકેટ)માંની ખાચર રિયાસત ખાસ નોંધપાત્ર છે. ચિત્તળ( હાલ જિ. અમરેલી) વાળાઓએ આગળ જતાં જેતપુર મેંદરડા અને બિલખા મેળવીને જેતપુરમાં પાટનગર રાખ્યું. એક કાઠી રિયાસત ભાયાણી વાળાઓની બગસરા( જિ. અમરેલી માં હતી. વાળા રાજપૂતની ઠકરાત ઢાંક(હાલ તા. રાજકોટ)માં હતી. સેરઠમાં બાબરિયા રાજપૂત કુલના તથા વડનગરા નાગર કુલના તાલુકદાર પણ હતા.
માણસા(હાલ જિ. મહેસાણું) અને વરસેડા(હાલ જિ. મહેસાણું)માં ચાવડાઓની ઠકરાતે હતી. સૂઈગામ અને વાવ(બનાસકાંઠા)માં તથા દેવગઢ બારિયા(પંચમહાલ) અને છોટા ઉદેપુર(હાલ જિ. વડોદરા)માં તથા માંડવા (તા. ડભોઈ)માં ચૌહાણ કુલની રિયાસત હતી. સાબરકાંઠામાં મેહનપુર રણાસણ રૂપાલ(તા. પ્રાંતીજ ) અને બોલૂંદરા(તા. ઇડર) તથા વડાગામ(તા. મોડાસા)માં રહેવર રાજપૂત રિયાસત ધરાવતા હતા.
સિસોદિયા રાજપૂતે ધરમપુર(હાલ જિ. વલસાડ)માં રિયાસત ધરાવતા હતા. સાબરકાંઠામાં દધાલિયા(તા. મોડાસા)માં પણ સિસોદિયાની ઠકરાત હતી.
સેલંકીઓની રિયાસતમાં લુણાવાડા(પંચમહાલ) અને વાંસદા( હાલ જિ. વલસાડ)ની રિયાસત અગ્રસ્થાન ધરાવતી હતી. વાઘેલા, જે મૂળમાં સોલંકીએની શાખારૂપે ઉદ્દભવેલા, તેઓની રિયાસત પાલણપુર એજન્સીમાંના થરાદ દિયોદર અને મારવાડામાં તેમજ મહીકાંઠા એજન્સીમાંના પેથાપુર(હાલ જિ. ગાંધીનગર)માં હતી. કાંકરેજમાં થરાના તાલુકાદાર પણ વાધેલા કુલના હતા.
અણહિલવાડ પાટણને વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવના વંશના મનાતા વાઘેલાઓની એક શાખા કલેલ(જિ. મહેસાણા)માં અને બીજી શાખા સાણંદ(જિ. અમદાવાદ)માં સ્થપાઈ હતી, સાણંદની શાખાનું વડું મથક આગળ જતાં કઠ(તા. ધોળકા)માં ખસેડાયું. કાલના વાઘેલાઓએ આગળ જતાં કેળીઓ પાસેથી અનગઢ