________________
- પ્રકરણ ૬
સમકાલીન રિયાસતો. ૧. વિવિધ કુલના રાજવંશ (સામાન્ય પરિચય)
બ્રિટિશ સરકાર વતી ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીએ ગુજરાતને ટલાક વિસ્તાર પર પિતાનું સીધું શાસન પ્રવર્તાવ્યું ત્યારે એને પાંચ જિ૯લાઓમાં સમાવેશ થત હતઃ સુરત ભરૂચ અમદાવાદ ખેડા અને પંચમહાલ. ગુજરાતના બાકીના વિસ્તારોમાં અગાઉથી શાસન કરતા આવેલા અનેક મેટાનાના રાજવંશની સત્તા પ્રવર્તતી હતી. એમાંના ઘણા પ્રાચીન કે મધ્યકાલથી સત્તારૂઢ થયેલા હિંદુ રાજવંશ હતા, તે કેટલાક મધ્યકાલ દરમ્યાન રાજસત્તા પામેલા મુસ્લિમ રાજવંશ હતા.
આ રાજવંશેની રિયાસત (દેશી રાજ્યો’)માં વડોદરાનું ગાયકવાડી રાજ્ય અગ્રિમ સ્થાન ધરાવતું. એક બાજુ પુણેના પેશવાઓ સાથેની ગુજરાતમાંની ભાગીદારીમાં ગાયકવાડ રાજ્યનું વર્ચસ વધતું ગયું હતું, તે બીજી બાજુ એ બે ભાગીદારોની વચ્ચેના વિખવાદમાં બ્રિટિશ કમ્પની સરકારની દરમ્યાનગીરી વધી ગઈ હતી. મરાઠા કાલના અંતભાગમાં થયેલા કરાર મુજબ કમ્પની સરકાર અને ગાયકવાડ વચ્ચે અમુક મુલકની અદલાબદલી થઈ હતી, ગુજરાતના પાટનગર અમદાવાદ પર કમ્પની સરકારની સત્તા સ્થપાઈ હતી ને ગાયકવાડ રાજ્યમાં કમ્પનીના રેસિડેન્ટની નિયુક્તિ તથા સહાયક દળના જોગવાઈ સ્વીકારાવી એ અગ્રિમ રિયાસતમાંય કમ્પની સરકારનું વર્ચસ સ્થપાયું હતું, છતાં આંતરિક વહીવટમાં ગાયકવાડ વંશના રાજાઓ એક દરે પ્રજાહિતના પ્રગતિશીલ વહીવટની સારી છાપ પાડતા હતા.
સૌરાષ્ટ્રમાં જાડેજા તથા ઝાલા કુલની મેટીનાની અનેક રિયાસત હતી. જાડેજા કુલનાં રાજ્યમાં નવાનગર જામનગર )નું રાજ્ય અગ્રિમ સ્થાન ધરાવતું. એના રાજવંશમાંથી ધ્રોળ રાજકેટ અને ગાંડળની શાખાઓ ફંટાઈ હતો. કચ્છમાં જાડેજા વંશ એનીય પહેલાંથી રાજસત્તા ધરાવતા હતા. સૌરાષ્ટ્રમાં આવેલા મોરબીમાંને જાડેજા વંશ એ મૂળ વંશની શાખારૂપે હતા. માળિયા-મિયાણા (હાલ જિ. રાજકોટ) અને વીરપુર(હાલ જિ. રાજકોટ)માં તથા કેટલા સાંગાણી( જિ. રાજકેટ)માં પણ જાડેજા કુલની રિયાસત હતી.