________________
ગુજરાતમાં ૧૮૫૭ ને સંગ્રામ
અવારનવાર મુલાકાત લેતા કે જ્યાંથી તાત્યા બ્રિટિશ લશ્કરી દળને થાપ આપીને છટકી ગયો હતો. ત્યાંથી રામચરણ નામે બ્રાહ્મણને એ નવસારી પિતાની સાથે લાવ્યો હતો, જે તાત્યાને અનેક લડાઈઓને સાથીદાર રામભાઉ હેવાનું મનાય છે.૭૭ ટહેલદાસ ખૂબ સારે ઘોડેસવાર હતો. એનું યુદ્ધ અને શસ્ત્રોનું જ્ઞાન બહુ સારું હતું. એ મરાઠી ખુબ સારું બોલતો. હિંદી પણ સારું જાણુ તથા ગુજરાતી ભાંગ્યું તૂટયું બોલતે. એ બ્રાહ્મણોને જમાડતા તથા એમને સોનાની મહેર આપો. વળી ફક્ત લેગ નામના બ્રિટિશ લશ્કરી અધિકારીએ તાત્યા ટોપેને રૂબરૂમાં જોયેલ. એણે તાત્યાના શારીરિક બાંધા અને વર્ણનું કરેલ વર્ણન બરોબર ટહેલદાસના બાંધા અને વર્ણને મળતું આવે છે. આ ઉપરથી ટહેલદાસ તાત્યા હોવા વિશેની હકીકતને સમર્થન મળે છે. ગુજરાતમાં વિપ્લવકારીઓના ખાસ ટેકેદાર મલ્હારરાવ ગાયકવાડ નવસારીમાં રહેલદાસને મળ્યા ત્યારે ટહેલદાસ સાથેની વાતચીત પરથી એમને ટહેલદાસ તાત્યા હોવાની પ્રતીતિ થઈ હતી. ટહેલદાસ સંવત ૧૮૭૧(.સ. ૧૮૧૪-૧૫)માં જન્મ્યો હતો, જે વર્ષે તાત્યાને પણ જન્મ થયો હતો,૦૮ આમ છતાં ટહેલદાસ તાત્યા હોવા વિશેની રજૂ થયેલ હકીકતને વધારે નક્કર આધારોની જરૂર ગણાય. મૌલવી લિયાકતઅલીને સચીનમાં વસવાટ
૧૮૫૭માં અલ્હાબાદના વિપ્લવને મુખ્ય આગેવાન મૌલવી લિયાકતઅલી સચીનના નવાબને આશ્રયે રહ્યો હતો એના દસ્તાવેજી પુરાવા મળે છે. અલહાબાદ પર બ્રિટિશ સેનાએ આક્રમણ કરતાં એને પરાજય થયો હતો અને એ પિતાની પત્ની સાથે નાસી છૂટયો હતે. જુદી જુદી જગ્યાએ છૂપા વેશે ફરતાં ફરતાં ગુજરાતમાં પ્રથમ એ નવસારી, બાદ તાજપર(જિ. સુરત) અને છેવટે સચીન(જિ. સુરત)માં સ્થિર થયો હતો. નવાબે એની પ્રત્યે ખૂબ સારું વર્તન રાખ્યું તથા સચીનમાં એને મકાન બંધાવી આપ્યું, પરંતુ આખરે નવાબે બ્રિટિશ સરકારને મૌલવી સચીનમાં હોવા વિશેની માહિતી આપી, આથી મૌલવી તુરત જ સચીન છોડીને વડોદરા આવ્યો અને ત્યાંથી મક્કા હજ કરવા જવાના ઇરાદાથી મુંબઈ પહોંચ્યા, પરંતુ સરકારે એની ધરપકડ કરી. મૌલવી સરકાર વિરોધની કઈ પ્રવૃત્તિમાં ભવિષ્યમાં ભાગ નહિ લે એવી એ ખાતરી આપે તે સરકારે એને મુક્ત કરવાની તૈયારી બતાવી. પણ મૌલવીએ આ શરત સ્વીકારવાનો ઈન્કાર કરતાં સરકારે એને આંદામાન દેશનિકાલ કર્યો, જ્યાં પછીથી એનું અવસાન થયું.૭૯ રંગો બાપુજીને નર્મદા કિનારે વસવાટ
એવું કહેવાય છે કે ડિસેમ્બર, ૧૮૫૭ માં સતારામાં વિપ્લવ નિષ્ફળ ગયા બાદ રંગે બાપુજી ત્યાંથી નાસીને સાધુના છૂપા વેશે વડોદરા આવ્યું. એ વડોદરામાં