________________
ગુજરાતમાં ૧૮૫૭ને સંગ્રામ - નાના સાહેબને શિહોરમાં વસવાટ
એ હવે અતિહાસિક બાબત મનાય છે કે નેપાળની સરકારે હિંદ સરકારને અહેવાલ મોકલ્યા પ્રમાણે નાના સાહેબ પેશવા ૧૮૫૯ માં નેપાલના તરાઈના જંગલમાં અવસાન પામ્યા ન હતા. વાસ્તવમાં ૧૮૫૯ માં તરાઈના જંગલમાં નાના સાહેબ પેશવાના ભાઈ બાલારાવ પેશવાનું અવસાન થયું હતું અને નાના સાહેબ ત્યાંથી છટકીને અન્ય સ્થળે જતા રહ્યા હતા. હિંદ સરકારે ૧૮૬૧ થી ૧૮૭૫ ની વચ્ચે નાના સાહેબ હોવાની મનાતી એવી કેટલીક વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એ હકીકત સૂચવે છે કે સરકારને પણ નાના સાહેબ જીવિત હેવાની શંકા હતી.
નાના સાહેબે પિતાના જીવનનાં અંતિમ વર્ષ ગુજરાતમાં શિહેર (સૌરાષ્ટ્ર નજીક ગાળ્યાં હોવાનું કહેવાય છે. નાના સાહેબ નેપાલથી શિહેર કઈ રીતે પહોંચ્યા એને લગતી જુદી જુદી હકીકતે રજૂ કરાઈ છે.છર નાના સાહેબ પેશવા દયાનંદ સ્વામીનું બનાવટી નામ ધારણ કરીને શિહેરથી આશરે ૧.૫ થી ૨ કિ. મી. દૂર આવેલ ગૌતમેશ્વર નામના સ્થળે વસ્યા હોવાનું કહેવાય છે. ગૌતમે સ્વિરના મંદિરની બાજુમાં જ જંગલમાં આવેલી મોટી ગુફામાં નાના સાહેબ રહ્યા હોવાનું મનાય છે. દયાનંદ નાના સાહેબ હવા વિશેની હકીકત એની સેવા કરતી અને એની અવારનવાર મુલાકાત લેતી અમુક સ્થાનિક વૃદ્ધ વ્યક્તિઓ તરફથી રજૂ કરવામાં આવી છે. દયાનંદની છેલ્લાં પાંચ વર્ષોથી રસોઈ કરતી જડીબેન નામની સ્ત્રીએ સ્થાનિક મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન કર્યું હતું કે એમના અવસાન પહેલાં દયાનંદે પોતે નાના સાહેબ પેશવા હેવાનું મને જણાવેલ, પરંતુ આ હકીક્ત દયાનંદે એ બાઈને છૂપી રાખવા જણાવેલ અને હિંદને સ્વાતંત્ર્ય મળ્યા. બાદ બાઈએ આ હકીકત જાહેરમાં મૂકી. દયાનંદની રીતભાત રાજવંશી હતી * નાના સાહેબે નેપાલથી છાનામાના પલાયન થઈ ગુપ્ત વેશે અને અન્ય નામે નૈમિષારણ્ય
(ઉ. પ્ર.), ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશમાં શેષ જીવન વીતાવ્યું હોવાની ભિન્નભિન્ન અનુકૃતિઓ પ્રચલિત છે. ગુજરાતમાં મેરબી (જિ. રાજકોટ), ભૂજ, દ્વારકા-બેટ (જિ. જામનગર), શિહોર (જિ. ભાવનગર), ચાંદેદ (જિ. વડેદરા) વગેરે સ્થળે નાનાસાહેબનું અંતિમ નિવાસસ્થાન હવાને દાવ કરે છે. (જુઓ ઉ. પ્ર. શાહ, ‘નાનાસાહેબ પેશ્વાની ઉત્તરાવસ્થા, સ્વાધ્યાય.” પુ. ૫, પૃ. ર૯૨-૯૬; દિનકર પી. મહેતા, “નાના સાહેબ પેશ્વાનું મૃત્યુસ્થળ મેરબી”, “પથિક', વર્ષ ૮, અંક ૧૨, પૃ. ૫૦-પ૨; વિષ્ણુ પંડયા, “નાના સાહેબ દ્વારકામાં રહેલા?” “પથિક વર્ષ ૧૧, અંક ૧૦, પૃ. ૨૫-૨૮; માનસંગજી બારડ, “ભૂજ(કચ્છ)માં નાનાસાહેબ રહ્યા હતા, પથિક', વર્ષ ૧૧, અંક ૬, પૃ. ૧૩ થી ૧૬ વગેરે.]-સં.