________________
ગુજરાતમાં ૧૮૫૭ ને સંગ્રામ
દળાએ તાત્યા ટોપે પર હલ્લો કરતાં તાત્યાએ એમને એક સપ્તાહ સુધી સખત સામને કર્યો, પરંતુ છેવટે પરાજિત થતાં તાત્યા ૧૬ મી ડિસેમ્બરની આસપાસ પાસેના વાંસવાડાનાં જંગલોમાં નાસી ગયો. ૩
તાત્યા ટોપેએ ગુજરાતમાં ફરી પ્રવેશવા નિષ્ફળ પ્રયાસ કર્યો. જ ગલોમાં બ્રિટિશ દળોએ એને બધી બાજુએથી ઘેરી લીધે. આમાંથી છટકીને તાત્યા ટોપે ઉત્તર ગુજરાતના ડીસા શહેરથી ૮૦ કિ.મી. દૂર આવેલ એક ગામમાં ૨૩ મી. ફેબ્રુઆરી, ૧૮૫૯ ના રોજ પહોંચે. બ્રિટિશ દળાને તાબડતોબ રવાના કરવામાં આવ્યાં. તાત્યાએ બ્રિટિશ દળોને અંતિમ લડાઈ આપી તેમાં પરાજિત થતાં એ પેરનના જંગલમાં નરવરના ઠાકોર માનસિંહના આશ્રયે ગયે. એવું કહેવાય છે કે માનસિંહે દગો કરીને ભરઊંઘમાં પડેલા તાત્યાને ૭મી એપ્રિલ, ૧૮૫૯ ની મધ્યરાત્રિએ કેપ્ટન મીડેની લશ્કરી ટુકડી પાસે પકડાવી દીધે. સરકારી સાધને. પછી જણાવે છે કે તાત્યાને સિપ્રી (મધ્યપ્રદેશ) લાવીને એના પર લશ્કરી અદાલતમાં મુકદમે ચલાવીને એને ૧૮ એપ્રિલ, ૧૮૫૯ ના રોજ ફાંસી આપવામાં આવી;૪ જો કે આ બાબત હજુયે વિવાદાસ્પદ રહી છે. ઓખામાં વાઘેરેને વિગ્રહ
દ્વારકા અને ઓખા પ્રદેશના વાઘેરે સ્વાતંત્રય–પ્રેમી હતા. તેઓ ગાયકવાડ અને બ્રિટિશ સરકાર સામે છેક ૧૮૨૦ થી બંડ કરતા રહ્યા. એમના નેતાઓમાં જોધા માણેક અને એને ભત્રીજે મૂળુ માણેક મુખ્ય હતા. ૧૮૫૭ ને વિપ્લવ થતાં પેટા જાતિઓના આગેવાને એક થઈ ગયા અને તેઓએ જોધા માણેકના નેતૃત્વ તળે ગાયકવાડ તથા બ્રિટિશ સરકાર સામે બંડ પોકારીને ૧૮૫૮ ના ઑગસ્ટ સુધીમાં આખા તેમ જ દ્વારકાની આસપાસના કેટલાક પ્રદેશો પર ફરી પિતાને કબજો જમાવી દીધું અને ઑગસ્ટ ૧૮૫૯ સુધીમાં ઓખા બેટ તથા દ્વારકાને પણ મૂળુ માણેકે કબજે લીધે. વિગ્રહકારેએ ઓખા મંડળમાંથી ગાયકવાડ તથા બ્રિટિશ શાસનને નાબૂદ કરી નાખ્યું. પણ | ગાયકવાડે વાઘેર પાસેથી પિતાના પ્રદેશ પાછા મેળવવા બ્રિટિશ લશ્કરી સહાયની માગણી કરી. આ અનુસાર કર્નલ ડોનેવાનની નેતાગીરી તળેનાં બ્રિટિશ તથા ગાયકવાડી દળોએ બેટ તથા દ્વારકા પર ઑકટોબર ૧૮૫૯ માં જમીન તથા દરિયાઈ માગે આક્રમણ કર્યા. વિગ્રહકારે છેવટે બેટ ખાલી કરીને દ્વારકા જતા રહ્યા. ડોનેવાનના આદેશથી એની ટુકડીએ કિલ્લાને જમીનદોસ્ત કરીને, બેટનાં મંદિરે તેડી નાખીને આશરે ત્યાંનું ચાર લાખનું ઝવેરાત લૂંટી લીધું. પછી બ્રિટિશ અને ગાયકવાડી સેના દ્વારકા પર હલે લઈ ગઈ. ત્યાં પણ અંદરના વિગ્રહકાર - ૬,