SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં ૧૮૫૭ના સગ્રામ ૭૨ પુર વાંસદા સચીન દમણુ વગેરે સહિત સુરત જિલ્લાના વિસ્તારા, ભરૂચ અને એની આસપાસના તાલુકા અને ગામડાં, અમદાવાદ દહેગામ ખીજાપુર કડી પાટણ રેવાકાંઠાનુ વાશનેર ખંભાત તથા એની આસપાસનાં ગામડાં વગેરેમાં એક માસના સમયમાં નિઃશસ્ત્રીકરણના પગલાના અમલ થયા, પર ંતુ પોંચમહાલ ખેડા અને મહીકાંઠાના કેટલાક પ્રદેશ અને ગામડાંઓના લે અને ઠાકારોએ સરકારના આ પગલાના તીવ્ર વિરાધ કરીને પોતાનાં હથિયાર સોંપવાના ઇન્કાર કર્યા. મહી નદીનાં ધૃતરામાં આવેલા પ્રતાપપુરા તથા અગર ગામેાના સરકારી દળાએ નાશ કરીને, એમના રહેવાસીઓને મેદાનમાં વસાવેલાં નવાં ગામેામાં રહેવાની પ્રજ પાડી. શેકસપિયરની સૂચનાથી સરકારી અધિકારીએએ ખેડ. જિલ્લાના મેવાસી (તાફાની) ગામેમાં પણ સખ્તાઈથી તથા રાસ્તી (શાંત) ગામેમાં પ્રમાણમાં નરમાશથી નિઃરાસ્ત્રોકરણને અમલ કર્યા.૫૪ નિઃશસ્ત્રીકરણના સરકારી પગલાના સૌથી ઉગ્ર વિરોધ મહીકાંઠાના ઠાકારો અને કાળીએએ કર્યો, આથી શેકસપિયરે ઈડરના લશ્કરની સહાયથી કબજો લેવાની સાદરાના રાજાને ધમકી આપતાં એ તુરત જ તાખે થયા અને પેાતાના વિસ્તારમાં રાજાએ નિઃશસ્ત્રીકરણના અમલ કર્યો. એ પછી તાપદળ પાયદળ તથા હયદળની ટુડોને મહીકાંઠાના વિરોધ કરતા ઠાકારાના પ્રદેશામાં મેકલવામાં આવતાં, તેઓ પણ તાબે થયા અને તેઓએ પોતાનાં હથિયાર સરકારને સુપરત કર્યા.૫૫ આમ કટાસણ કલેાલ માણસા પેથાપુર વરસેાડા ડાભા વગેરેના ઢાકારોએ સરકારના ભારે લશ્કરી દબાણ નીચે પાતાનાં ગામડાંઓમાં નિઃશસ્ત્રીકરણ કર્યું. ગાયકવાડના વીજાપુર વીસનગર ખેરાળુ કલેાલ અને કડી તાલુકા તથા એમનાં ગામડાંને પણુ નિઃશસ્રી કરવામાં આવ્યાં. આમ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ પ્રદેશે તેમ ગામડાંઓ વગેરેમાંથી સરકારે ભારે ધાકધમકી અને જુલ્મથી ૧૬૦ તાપે, ૨૧,૦૩૬ બંદૂકા, ૧,૧૮,૭૯૯ તલવારા તથા ૩,૦૬,૯૭૨ અન્ય હથિયાર જપ્ત કર્યાં.૫૬ વિજાપુર તાલુકાના કનારિયા ગામે તથા ગાયકવાડના તાબાના દુબારા ગામે પોતાનાં શસ્ત્ર સોંપવાના ઇન્કાર કર્યો, આથી શેકસપિયર અને વ્હાઇટલાકની સૂચનાથી મેજર ગ્રાઈકાએ સરકારી ટુકડીએ સાથે આ ગામેા પર આક્રમણ કર્યું. ૪૦૦૦ જેટલા કાળીએએ સરકારી દાનેા સખત સામનેા કર્યાં, પરંતુ તે પરાજિત થઇને પે!તાનાં સ્ત્રી–બાળા સાથે પાસેની ટેકરીઓમાં જતા રહ્યા. મેજર ગ્રાઈકાએ અને ગામાને સંપૂર્ણ નાશ કર્યો. આ પ્રવૃત્તિની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સચાલક મ`ડળે સખત ટીકા કરી.પ૭ બ્રિટિશ સૌંસદ સભ્ય વિધખીએ પણ આવા કૃત્યની સખત ટીકા કરી અને એને જંગલી ગણાવ્યું.૫૮ આ જ કારણેાસર પંચમહાલના પાલ, ખેડા
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy