________________
બ્રિટિશ કાણ
નાયકડાઓનું ધાંધલ
પંચમહાલ જિલ્લાના નાયકડા ઠાકર તથા લેકે બ્રિટિશ સરકારથી ઘણું નારાજ હતા કારણ કે સરકાર એમની વિરુદ્ધ એમના રાજાઓને પક્ષ કરતી હતી. સૌપ્રથમ સંખેડાના નાયકડાઓએ એમના સરદાર રૂપા નાયક અને કેવળ નાયકના નેતૃત્વ તળે સરકાર સામે બંડ પોકાર્યું. કેપ્ટન લેઈટે જાંબુડા પાસેની લડાઈમાં એમને પરાજય આપતાં તેઓ ટેકરીઓમાં નાસી ગયા. સીબન્દીઓ અને એમના નેતા મેટલકિખાનને સાથ મળતાં તેઓએ ચાંપાનેર અને નાર્કેટ વચ્ચેને પ્રદેશ કબજે કર્યો તથા છેક ગોધરા સુધીનાં બ્રિટિશ થાણુ પર અવારનવાર હુમલા કર્યા. તેઓ વારંવાર ઓચિંતા બ્રિટિશ લશ્કરી ટુકડીઓ પર હલ્લા કરીને પાસેની ટેકરીઓ કે જંગલમાં જતા રહેતા. આમ નાયકડા બંડારોએ બ્રિટિશ સરકારને છેક ડિસેમ્બર, ૧૮૫૮ એટલે કે એક વર્ષ સુધી ભારે પરેશાન કરી, જાન્યુઆરી ૧૮૫૯ માં કેપ્ટન હેબર્ડને લશ્કરી દળ સાથેની નાયકડાઓની લડાઈમાં હેબડ સખત રીતે ઘવાય અને પરાજય પામે. નાયકડાઓનાં જંગલે અને રહેઠાણને શોધી કાઢી એમના પર રિચાર્ડ ભીલેની સહાયથી અવારનવાર હુમલા કર્યા. પરિણામે રૂપા નાયક તથા કેવળ નાયક માર્ચ ૧૮૫૯ માં સરકારને શરણે આવ્યા. આમ આશરે ૧૫ માસ સુધીના નાયકડા ધાંધલને અંત આવ્યો.૪૪ જીવાભાઈ અને ગરબડદાસની કામગીરી
આણંદ પાસેના ખાનપુર ગામના ઠાકોર જીવાભાઈ તથા આણંદના મુખી ગરબડદાસ પટેલે ખેડા જિલ્લામાં બળવાની આગેવાની લીધી હતી. તેઓએ કળી ભીલ નાયકડા સીબન્દી વગેરે મળીને આશરે ૨૦૦૦ જેટલા સશસ્ત્ર લેકે એકઠા કર્યા અને એમની સહાયથી ખેડા નડિયાદ આણંદ વગેરે પ્રદેશનાં બ્રિટિશ થાણું પર હુમલા કર્યા. વડોદરાથી બંડખોરોને તાબે કરવા નીકળેલી બ્રિટિશ લશ્કરી ટુકડીઓએ વડોદરા અને આણંદ વચ્ચેનાં ગામડાઓને લૂટયાં, એમના અમુક લેકેને ફાંસીએ લટકાવ્યા તથા કેટલાકને જેલમાં પૂર્યા. તેઓએ બળવાખોરોને વિખેરી નાખીને ઠાર છવાભાઈની ધરપકડ કરી અને પછીથી એને ફાંસી આપી.૪૫ મુખી ગરબડદાસ અને એના સાથીદાર માલાજી જોશી, બાપુજી પટેલ, કૃષ્ણરામ દવે વગેરે આણંદની લેટિયા ભાગાળે પડેલી બ્રિટિશ લશ્કરી ટુકડીઓનાં હથિયાર મધ્યરાત્રિએ લઈ ગયા. બ્રિટિશ લશ્કરી ટુકડીને આ બનાવની જાણ થતાં ખાનપુરમાંથી ગરબડદાસના સાથીદારોને પકડવામાં આવ્યા અને એમને તેપને ગળે ઉડાવી દેવામાં આવ્યા, જ્યારે પિતાના લગ્ન માટે આસોજ ગયેલ ગરબડદાસની પછીથી ધરપકડ કરવામાં આવી અને એને જીવનભર આંદામાન દેશનિકેલ કરવામાં આવ્યા, જ્યાં પછીથી એનું મૃત્યુ થયું?