________________
૩ જુ]
અકબરથી ઔરંગઝેબ વધી એને ગુજરાતમાંથી બહાર હાંકી કાઢવાનું કહેવામાં આવ્યું. ઔરંગઝેબ અને મુરાદબક્ષ વચ્ચે સંયુક્ત પગલાં લેવા માટે સંદેશવ્યવહાર એ અગાઉથી શરૂ થઈ ગયો હતો (ફટોબર, ૧૬૫૭). મુરાદાબક્ષ અતિ ઉતાવળો બન્યો હતો અને એ શાહજાદા દારા સામે ચડાઈ કરવાના નિર્ણયનો હતો, પરંતુ વિચક્ષણ અને દીર્ઘદૃષ્ટિવાળા ઔરંગઝેબે એને સાવધાની રાખવા અને રાહ જોવા સલાહ આપી. એની સાથે સાથે એ બંને ભાઈઓએ વિજય મેળવ્યા બાદ એ મુઘલ સામ્રાજ્ય કેવી રીતે વહેંચવું એની ઔપચારિક વ્યવસ્થા પણ વિચારી રાખી. પૂરતી લશ્કરી તૈયારીઓ કર્યા બાદ ઔરંગઝેબે ઔરંગાબાદથી કૂચ કરી (ફેબ્રુઆરી, ૧૬૫૮) અને મુરાદબક્ષને સાથે જોડાવા સંદેશ મોકલાવ્યો. મુરાદબક્ષે અમદાવાદ છોડયું અને માળવા આવ્યા. એ પછી બંનેનાં લશ્કર દીપાલપુર ખાતે એક થઈ ગયાં (એપ્રિલ). એ બંને ભાઈઓનાં લશ્કરોએ જશવંતસિંહ અને કાસીમખાનને ઉજન નજીક ધરમત ખાતે હરાવ્યાં (એપ્રિલ ૧૫, ૧૬૫૮) અને આગ્રા તરફ કૂચ કરી, આગ્રાના કિલ્લાથી આઠ માઈલ દૂર સામુગઢ ખાતે શાહજાદા દારાને સજજડ હાર આપી (મે, ર૯). એ પછી ઔરંગઝેબે આગ્રા જઈ કિલ્લાને કબજે લીધો અને પિતા શાહજહાંને મહેલમાં જ નજરકેદમાં રાખ્યો. એણે મુરાદબક્ષને બેત્રણ અઠવાડિયામાં જ મથુરા પાસેની છાવણમાં કેદી બનાવ્યો અને અંતે ગ્વાલિયરના કિલ્લામાં કેદી રાખ્યો, જ્યાં ત્રણેક વર્ષ બાદ એનો વધ કરવામાં આવ્યો (ડિસેમ્બર, ૧૬૬૧).
મિરાતે અહમદીના જણાવ્યા મુજબ અમદાવાદ છોડતાં અગાઉ મુરાદબક્ષે મુતામદખાનને પિતાના નાયબ તરીકે નીમ્યો હતો અને પોતાના કુટુંબની સંભાળ સોંપી હતી. મુરાદબક્ષને ઔરંગઝેબનો કેદી બનાવાયો તે પહેલાં જ ચાર દિવસ અગાઉ મુરાદે પોતાની શાહી મુદ્રાથી અંકિત કરેલું એક ફરમાન તૈયાર કર્યું (જૂન ૨૨, ૧૬૫૮) હતું, જેમાં શાંતિદાસના પુત્ર માણેકચંદ અને બીજાઓ પાસેથી લીધેલી સાડા પાંચ લાખની લોનની રકમ પરત કરવા હુકમ અપાય હતો અને એ મુતામદખાન પર મોકલી આપવામાં આવ્યું હતું. ફરમાન બે નકલમાં હતું.
(૪) ઔરંગઝેબને રાજ્ય અમલ (ઈ.સ. ૧૬૫૮–૧૭૦૭)
ઔરંગઝેબે પોતાની પ્રથમ તાજપોશી દિલ્હીમાં કરાવી (જુલાઈ ૨૧, ૧૬૫૮). થોડા સમય બાદ એણે પોતાના સસરા શાહનવાઝખાન સફવીને ગુજરાતના પ્રથમ સૂબેદાર તરીકે નીમે.