________________
૩ જુ.]
અકબરથી રંગઝેબ
નાહિરખાન ઉર્ફે શેરખાન દુર (૧૬૨૮-૩૧)
ઈ.સ. ૧૨૮ માં શાહી ફરમાનથી સામ્રાજ્યના તમામ સૂબાઓમાં સૌર. પંચાંગને બદલે ચાંદ્રમાની હિજરી સંવત પ્રમાણેનું પંચાંગ દાખલ કરવામાં આવ્યું.
૧૬૨૮માં શેરખાન તૂરે શાહી હુકમ અનુસાર નાસિક અને સંગેમનેર જિલ્લાઓ પર આક્રમણ કર્યું. એના જ સમયમાં જમાલખાન નામના એક અધિકારીએ ૧૬૩૦ માં ગુજરાતના સુલતાનપુર અને રાજપીપળાનાં જંગલોમાંથી ૧૩૦ જેટલા નર-માદા હાથીઓને પકડડ્યા, પણ એમાંથી માત્ર ૭૦ જ બાદશાહ પાસે ભેટ તરીકે પહોંચ્યા. ૧૯૩૦-૩૧ માં ગુજરાતમાં “સત્યાસીઓ કાળ” નામને ભયંકર દુકાળ પડયો. એ દુકાળમાં અસંખ્ય માણસો અને ઢોરઢાંખર મૃત્યુ પામ્યાં. શાહી ફરમાન પ્રમાણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યાં. ૧૬૩૧ માં હિસાબ-કિતાબમાં કુશળ એવા દિયાનતરાય મુનશી નામના નાગર બ્રાહ્મણની શાહી જમીન (ખાલસા)ના દફતરદાર તરીકે નિમણૂક કરવામાં આવી. દખણની ચડાઈમાં મદદે ગયેલા સૂબા શેરખાન તૂરનું નાસિક જિલ્લામાં અવસાન થતાં (૧૬૩૧) એની જગ્યાએ ઈસ્લામખાનને ગુજરાતને સુબેદાર નીમવામાં આવ્યું. ઇસ્લામખાન (૧૬૩-૩૨), બકીરખાન (૧૬૩૨-૩૪), સિપહદારખાન (૧૬૩૪-૩૫)
આ ત્રણેય સૂબેદારના સમયમાં કોઈ નેધપાત્ર રાજકીય બનાવ બન્યો નથી. એ સમયમાં મુઘલ બાદશાહને કિંમતી ભેટો મોકલાતી રહી. સૈફખાન (૧૯૩૫-૩૬)
ફરી એક વાર શાહજહાંએ એના સાટુ અને ભૂતપૂર્વ સૂબેદાર સૈફખાનને ગુજરાતના સુબેદાર તરીકે નીમ્યા, પરંતુ એ હેદ્દા પર ભાગ્યેજ એક વર્ષ રહ્યો. આઝમખાન (૧૬૩૬-૪૨)
એની જગ્યાએ નામાંકિત બનેલા આઝમખાનને મોકલવામાં આવ્યો. આઝમખાન મૂળ ઇરાકના સૈયદ ગુલ હતો અને એનું મૂળ નામ મીર મુહમ્મદ બકીર હતું. એને ૧૬૦૬ માં “ઈરદતખાન અને ૧૬૩૦ માં “ આઝમખાન ના ખિતાબ અપાયા હતા.
આ સમયે ગુજરાતમાં કાળી લાકે અને કાઠી લેકએ ધાડ પાડી ભારે ઉપદ્રવ મચાવ્યો હતો અને સૌરાષ્ટ્રમાં કેટલાક ખંડિયા રાજાઓએ શાહી સત્તા સામે ઝઘડાખોર વલણ અપનાવ્યું હતું એથી ગુજરાતમાં કોઈ શક્તિશાળી અને કાબેલ સૂબેદારની જરૂર હતી, એથી શાહજહાંએ સૈફખાનની જગ્યાએ ખાન આઝમની સૂબેદાર તરીકે પસંદગી કરી.