________________
મુઘલ કાલે
[ 5
વખતે ગુજરાતમાં માજી સુલતાન મુઝફફરશાહ ૩ જાના શાહજાદા બહાદુરે અમદાવાદની આસપાસના વિસ્તાર પર હલા કરી, લૂંટફાટ ચલાવી અને ઘણા શાહી અધિકારીઓની હત્યા કરી સનસનાટી મચાવી દીધી, આથી જહાંગીરે રાજા વિક્રમજિત અને અન્ય મનસબદારોને છ થી સાત હજારના હયદળ સાથે ગુજ. રાતમાં શાંતિ સ્થાપવા મોકલ્યા. રાજા વિક્રમજિતે ગુજરાતમાં આવી બહાદુરના હુલ્લડને શમાવી દીધું અને વ્યવસ્થા સ્થાપી; જેકે કુલીઝખાનની જેમ રાજા વિક્રમજિત પણ અમદાવાદ ખાતે થોડા સમય માટે જ સૂબેદારપદે રહ્યો. મુર્તઝાખાન બુખારી (ઈ.સ. ૧૬૦૬-૯)
રાજા વિક્રમજિતની વિદાય પછી શેખ ફરીદ બુખારી, જેનું બહુમાન મુર્તઝાખાન” ખિતાબ આપીને કરવામાં આવ્યું હતું, તેને સૂબેદાર તરીકે મોકલવામાં આવ્યો. શેખ ફરીદે જહાંગીરને ગાદી પર લાવવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો, તેથી એની કદરરૂપે જહાંગીરે ગુજરાતનું સૂબેદારપદ એને આપ્યું હતું. શેખ ફરીદે પોતાને અમલ દરમ્યાન અમદાવાદમાં ત્રણ દરવાજા પાસે બુખારી મહેલ્લો વસાવ્યો. કડી(જિ. મહેસાણા)નું ન્યૂહાત્મક મહત્વ જણાતાં એણે ત્યાં કિલ્લે બંધાવ્ય (૧૬૦૯).૧૧ એ કિલ્લાના દરવાજાની દીવાલ પરના લેખમાં મુર્તઝાખાનને લશ્કરી વીરતા અને વિદ્વાનોની સંગત એ બંનેમાં પ્રવીણ કહ્યો છે અને “એના ન્યાયી વહીવટથી ગુજરાત બુખારા જેવું બન્યું” હોવાની નેંધ છે. એણે અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં શાહ વજિહુદ્દીનની કબર પર રોજે બંધાવ્યું હતું અને ભરૂચમાં એક મરિજદ બંધાવી હતી (૧૬૦૯).
૧૬૦૮ ના અંતમાં જહાંગીરે મુર્તઝાખાનને પરત બોલાવવા નક્કી કર્યું, કારણ કે મતઝાખાનના સંબંધીઓ અને આશ્રિતાએ અમદાવાદની પ્રજાને રંજાડવાનું ચાલુ રાખ્યું હતું અને મુર્તઝાખાન પિતે એમને અટકાવી શકતો ન હતો. હવે જહાંગીરે ફરી વાર ગુજરાતની સૂબેદારી મીરઝા અઝીઝ કોકા-ખાન આઝમને સોંપી. મીરઝા અઝીઝ કેકા (૪થી વાર) (૧૬૦૯-૧૬૧૧)
નક્કી એ રીતે કરાયું હતું કે ખાન આઝમે મુઘલ રાજધાનીમાં રહેવું અને એના મોટા પુત્ર જહાંગીર કુલીખાને (મીરઝા શસુદ્દીને) પિતાના નાયબ તરીકે ગુજરાતમાં જવું (નવેમ્બર ૧૩, ૧૬૦૮).૧૨ જહાંગીર કુલીખાને ટૂંકા સમય માટે નાયબ સૂબેદાર તરીકે વહીવટ ચલાવ્યું. ૧૬ ૯ માં ખાન આઝમના બીજા પુત્ર મીરઝા મુરમને સોરઠ વિસ્તાર માટે જૂનાગઢ ખાતેની સરકારનો વહીવટ ચલાવવા મેકલવામાં આવ્યો.