________________
પાસાંનાં મૂળ સાધનને સીધો અભ્યાસ થયેલે હેય તેવા વિદ્વાનેની ઘણી ખોટ સાલે છે. આવી ખોટ અર્વાચીન કાલના પ્રાદેશિક ઈતિહાસ માટે પણ વરતાશે એવો અમને ભય છે. કદાચ અરબી-ફારસી સાધનસામગ્રીને સીધો પરિચય ધરાવનાર સંશોધકે કરતાંય પોર્ટુગીઝ-ડચ-ફ્રેન્ચ સાધનસામગ્રીને પરિચય ધરાવનાર સંશોધકોની સંખ્યા જૂજ હશે. મૂળ સાધનેનાં અધ્યયન-સંશોધનમાં મધ્યકાલના તથા અર્વાચીન કાલના ઈતિહાસ અંગે વિશેષ પ્રેરણા પ્રોત્સાહન અને તાલીમ આપવામાં આવે એ અત્યંત આવશ્યક છે.
અહીં દસકાના અમારા સંપાદન-પ્રકાશન કાર્યના અનુભવમાંથી ફલિત થતા બીજા બેએક મુદ્દાઓની નોંધ લઈએ તો એ અસ્થાને નહિ ગણાય. ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસની જેઓને સીધી જાણકારી થયેલી હોય તેવા વિદ્વાન આંગળીને વેઢે ગણાય તેટલા છે. તેઓ પૈકી કેટલાક વિદ્વાનને અમને હંમેશાં સક્રિય સહકાર મળતો રહ્યો છે. થોડાક વિદ્વાનોએ અય રોકાણ વગેરેને લઈને પહેલેથી સહકાર આપવાની અશક્તિ દર્શાવી છે. પરંતુ કેટલાક સુદ વિદ્વાનને પિતાની અભિરુચિના વિષયને લગતાં લખાણ તૈયાર કરતાં નિયત સમયમર્યાદાના કરતાં એટલો બધો વિલંબ થાય છે કે એનાથી તે તે ગ્રંથનું મુદ્રણ ખોરંભે પડે છે, એટલું જ નહિ, છેલ્લી ઘડીએ મળેલાં લખાણેના સંપાદન માટે પણ પૂરતો સમય રહેતો નથી. આ યોજના ગુજરાતની પ્રજા માટે ઘણી ઉપયોગી હોઈ તે તે વિષયના વિદ્વાને એમાં અમને સક્રિય સહકાર આપે અને એ સહકાર સમયસર આપતા રહે તો આ ગ્રંથના લેખનની ગુણવત્તા તથા પ્રકાશનની સમયસરતા જાળવવી શક્ય બને. આખો ગ્રંથ કોઈ એક વિદ્વાનના હાથે લખાય તેને બદલે વિવિધ વિષયના અનેક તજજ્ઞોના સમૂહથી તૈયાર થાય તો એનાં વિવિધ પાસાંના નિરૂપણમાં અધિક ગુણવત્તા આવે છે. એ આ ગ્રંથમાલાની અયોજનામાં રહેલી વિશિષ્ટ દષ્ટિ છે.
અમારી બીજી મુશ્કેલી વહીવટી તંત્રની નીતિ તથા અટપટી પ્રક્રિયાને લગતી છે. છાપવાના કાગળ તથા આટપેપર મુદ્રણાલય બ્લેક બાઈડિંગ વગેરેની પસંદગીમાં બધું સરકારી તંત્રને અધીન રહી કરવાનું હેઈ પ્રકાશક તરીકે અમારે આ સર્વની ગુણવત્તા અંગે ઘણી વાર ટીકાને પાત્ર થવું પડે છે. વળી છાપવાના કાગળ, મુદ્રણનાં ભાવપત્રક, નકશાઓના પ્રકાશનની મંજુરી, બ્લેક બનાવરાવવાની કામગીરી, વેચાણ કિંમતની આકારણી વગેરેને લગતી વહીવટી મંજૂરી મેળવતાં નહિ ધારેલે વિલંબ થયા કરે છે અને ગ્રંથમાલાના ગ્રંથેના