________________
રજુ મુઘલ બારશાહના પૂર્વ સંપક..
. [e અકબરે સુરતના કિલ્લાની મુલાકાત લેતાં, ત્યાંની “સુલેમાની, નામથી ઓળખાતી તેપો પસંદ પડતાં, કેટલીક આગ્રા મોકલી આપી. પોતાના સુરતના નિવાસ દરમ્યાન એ ત્યાં રહેતા પારસીઓના સંપર્કમાં આવ્યા લાગે છે, સુરતમાં જરથોસ્તી ધમ ને કઈ ઊંડો જ્ઞાની ન મળતાં નવસારીથી દસ્તૂર મહેરજી રાણુને બોલાવવામાં આવ્યા હતા. દસ્તુર મહેરાઇ રાણાને અકબરે ફત્તેહપુર સીકરીમાં યોજેલ ધર્મપરિષદમાં યાદ કરી, નિમંત્રણ આપી તેડાવ્યા હતા (ઈ.સ. ૧૫૭૬-૭૯), સુરતમાં બાદશાહ અકબરને ફિરંગીઓ પણ આવીને મળ્યા હતા. ગુજરાતની ખળભળી ઊઠેલી રાજકીય પરિસ્થિતિનો તેઓ લાભ લેવા આતુર હતા, પરંતુ અકબરની સમર્થ તાકાત જોઈ તેઓએ પિતાની યોજના બદલી નાખી અને અકબરના દરબારમાં ભેટસોગાદ સાથે પ્રતિનિધિમંડળ કહ્યું. અકબરે ભેટસોગાદો સ્વીકાર કરી ફિરંગીઓ સાથે સારા સંબંધ રાખવાની તૈયારી બતાવી હતી. આની પાછળ એ પણ કારણ હોઈ શકે કે ફિરંગીઓ પરદેશીઓ હતા અને એમનું વર્ચસ પશ્ચિમ હિંદના દરિયા પર હતું. દીવના યુદ્ધ પછી ગુજરાતનું કઈ પણ વહાણ એમની પરવાનગી લીધા વગર દરિયાઈ સફર ખેડી શકતું નહિ. અકબરની સાથે જનાનખાનું પણ હતું. તેમાંની કેટલીક સ્ત્રીઓ, જેમાં અકબરની માતા હમીદાબાનુ બેગમ અને ફેઈ ગુલબદનબાનનો સમાવેશ થતો હતો, તેમને મક્કાની હજ કરવા જવું હતું. ગુજરાતથી દરિયાઈ રસ્તે મક્કા જવા ફિરંગીઓ તરફથી કનડગત ન થાય એ પણ જરૂરી હતું, આથી અકબરે ફિરંગીઓ સાથે સારા સંબંધ બાંધ્યાનું ને ફિરંગીઓએ પરવાને આપ્યાનું જણાય છે. બંને સત્તાઓ વચ્ચે એલચી-સંબંધ એ પછી સ્થપાયા હશે.
જે સમયે અકબર સુરતના કિલ્લાના ઘેરામાં રોકાયેલો હતો તે દરમ્યાન ઉત્તર ગુજરાતમાં મુહમ્મદ હુસેન અને શાહ મીરઝાએ અફઘાન અમીર શેર ખાન ફલાદી સાથે મળી જઈ પાટણ શહેરને ઘેરો ઘાલ્યો, પરંતુ અમદાવાદથી અઝીઝે તાબડતોબ આવીને માળવા તથા ચંદેરીથી આવેલી સરકારી સહાયથી બળવાખોરોને પાટણથી પાંચ કેસ દૂર લડાઈમાં સખત પરાજય આપે (જાન્યુઆરી ૨૨, ૧૫૭૩). પરિણામે બળવાખોર નાસભાગ કરી વેરવિખેર થઈ ગયા. સુરતમાં અકબરને આના સમાચાર મળતાં બળવાખોરનો પીછો કરવા એણે હુકમ કર્યો.
અકબરે સુરતથી અમદાવાદ આવી (એપ્રિલ ૩),. ૧૦ દિવસ રોકાઈ ગુજરાતની પાકી વહીવટી વ્યવસ્થા કરી: મીરઝા અઝીઝ કેકાને ગુજરાતને સૂબેદાર નીમી એને આખા સુબા(પ્રાંત)ને વહીવટદાર બનાવ્યું. “ખાન-ઈ-કલન' મીર મુહમ્મદખાન પાટણ અને એના નાના ભાઈ કુબુદ્દીન મુહમ્મદખાનને ભરૂચ સોંપવામાં આવ્યું. નૌરંગખાનને વડોદરા સેંપવામાં આવ્યું. સૈયદ હમીદ બુખારીને