________________
ખંડ ૨ રાજકીય ઇતિહાસ
પ્રકરણ ૨ મુઘલ બાદશાહના પૂર્વ સંપક અને ગુજરાતમાં
| મુઘલાઈની સ્થાપના
મુઘલ બાદશાહ અકબરે ઈ.સ. ૧૫૭૨–૭૩ માં ગુજરાત જીતી લઈ ત્યાં મુઘલાઈ હકૂમત સ્થાપી તે પહેલાં પણ મુઘલ બાદશાહને ગુજરાત સાથે કંઈ ને કંઈ સંપર્ક થયા હતા. ખબર અને ગુજરાત
બાબરે ઈ.સ. ૧૫૨૬ માં હિંદ પર આક્રમણ કર્યું તે સમયે ગુજરાતમાં સુલતાન મુઝફરશાહ ૨ જાનું શાસન (ઈ.સ. ૧૫૧૧-૨૬) ચાલતું હતું.
મુઝફફરશાહના શાહજાદાઓમાં સૌથી વધુ શક્તિશાળી દ્વિતીય શાહજાદે બહાદુરખાન પિતા તરફથી મળેલી નાની જાગીરથી અસંતુષ્ટ બની મોટા ભાઈની પિતાની સામેની ખટપટોથી બચવા ગુજરાત છોડી દિલ્હી ગયો હતો (ઈ.સ. ૧૫ર ૫). દિલ્હીને સુલતાન ઈબ્રાહીમ લેદી (ઈ.સ. ૧૫૧૮-૧૫ર ૬) આવા સમયે ઝહિરૂદ્દીન બાબરને દિલ્હી પાસે પાણીપતના મેદાનમાં સામનો કરવાની તૈયારીમાં હતો એમ છતાં એણે બહાદુરખાનને આવકાર આપી ત્યાં આદર સહિત રાખ્યો. બહાદૂરખાન દિલ્હી પહોંચ્યો ત્યાં સુધીમાં સુલતાન ઇબ્રાહીમ અને બાબર વચ્ચે કેટલીક વાર અથડામણ થઈ હતી. બહાદુરખાનની દિલ્હીના અફઘાન અમીર અને લેકામાં વધેલી લેકપ્રિયતા અને શૂરવીરતા અંગે એક રસપ્રદ સેંધ જોવા મળે છે. એક વાર સુલતાન ઈબ્રાહીમ અને બાબરની એક ટુકડી વચ્ચે અથડામણ થતાં એમાં હારી ગયેલી સુલતાનની ટુકડીને યુદ્ધમેદાનમાંથી કેદ પકડી લઈ જવામાં આવી રહી હતી ત્યારે સુલતાન પોતે અને એના વીર દ્ધાઓ હાજર હોવા ઈ-૬-૩