________________
શિટ ) યુપીય પ્રવાસીઓએ કરેલી છે અને નવાપુરના ચોખાની એક ગુણ એક ઉત્તમ ભેટ ગણાતી એમ એ નંધે છે. ભરૂચ માટે ટેવનિયર નેધે છે કે ભરૂચ પાસેની નર્મદાનું પાણી છીંટ કાપડ પર સફેદાઈ લાવવા માટે સદીઓથી જાણીતું હતું. કારા કાપડને નિખારવા(બ્લિચિંગ)ને અહીં ઉદ્યોગ ખીલ્યો હતો. આગરા લાહોર અને બંગાળમાંથી સફેદ બાટા કાપડ ભરૂચ અને નવસારી લઈ જવામાં આવતું. ત્યાં એને લીંબુના રસવાળા પાણીમાં ઝબોળવામાં આવતું. ૧૪
ટેનિયર પછી આવેલા ગિબી નામના પ્રવાસીએ ખંભાતની મુલાકાત લીધી હતી. એણે ખંભાતના કેટ અને બાર દરવાજાઓનું વર્ણન કર્યું છે.૧૭
ગુજરાત વિશેની માહિતી વેનિસના ઔષધશાસ્ત્રી નિલાઓ મનુસ્સ, જેણે ભારતમાં ૧૬પ૩ થી ૧૭૦૮ સુધીનો સમય વિતાવ્યો હતો તેના સંસ્મરણગ્રંથમાં જોવા મળે છે. ૧૮ ગુજરાતને એ અમદાવાદ જેવું ગણીને લખે છે કે ત્યાં સોનાચાંદીના તાર-વણાટનું અને કુલ-ભરતનું રેશમી કાપડ પુષ્કળ પ્રમાણમાં તૈયાર થતું હતું. એની માંગ રાજદરબારોમાં ભારે પ્રમાણમાં રહેતી. અમદાવાદમાં સોનાચાંદીનું અને કિંમતી રત્નજડિત પથ્થરનું કામ પણ સુંદર થતું હતું.૧૯
ગુજરાતના લોકજીવનનું ડેલા વાલે અને મેન્ડેલો કરતાં પણ વધુ વિશદતા અને ઉત્કંઠાપૂર્વક અવલોકન કરનાર ફ્રેન્ચ પ્રવાસી મો. જિન દ ઘેન હતો. એ જાન્યુઆરી ૧૬૬૬ માં સુરત આવ્યો.૨• એણે અમદાવાદ અને ખંભાતની મુલાકાત લીધી અને એ ૧૬૭ ના ફેબ્રુઆરીમાં અહીંથી વિદાય થયો. એ જણાવે છે કે સુરતના બારામાં જકાત ખાતાની તપાસણી અને જકાત-વસૂલાત સખતાઈ ભરી હતી. એ ખામાંથી આયાતી માલસામાન મંજૂર કરાવીને છોડાવી લેવા માટે ઘણું દિવસે અને કેટલીક વાર મહિનાઓ સુધી રાહ જોવી પડતી. વેપારી માલ પર ખ્રિસ્તીઓને ચાર ટકા અને હિંદીઓને પાંચ ટકા જકાત ભરવી પડતી. શિવાજીએ સુરત પર કરેલી પ્રથમ ચડાઈ બાદબે વર્ષે (૧૬૬૬ માં) ઘેને સુરત આવ્યો હતો, એણે શિવાજીની સુરતની ચડાઈનો વિગતવાર હેવાલ આપ્યો છે. શહેરની સુરક્ષા માટે માટીની દીવાલ ભાંગીતૂટી હાલતમાં હતી. તેથી એની જગ્યાએ ઔરંગઝેબના હુકમથી નવી દીવાલ “આલમપનાહ”નું બાંધકામ તાજે. તરમાં હાથ ધરાયું હતું. બેનેએ એ દીવાલનું થતું બાંધકામ નિહાળ્યું હતું. દીવાલ બાંધવાનો હેતુ ફરીવારના હલ્લાને ખાળવાનો હતો. સુરતમાં આંતરરાષ્ટ્રિય વેપાર ધીકતા પ્રમાણમાં ચાલતા હતા. નવેમ્બરથી એપ્રિલ સુધીના મહિનાઓમાં હવામાન સુધરતાં દેશપરદેશમાંથી ઘણાં વેપારી જહાજ આવતાં હતાં. પરદેશી વેપારીઓ, જેમાં અરબ ઈરાનીઓ તુર્કો આર્મેનિયને અંગ્રેજો વલંદા