________________
૪૦].
મુઘલ કાલ
'[, આલેખન પણ અત્યંત સમજપૂર્વક થયેલું જોવા મળે છે. ચિત્રોનું પ્રકૃતિ-નિરૂપણ. વાસ્તવિક અને મનોહર છે. વૃક્ષના આલેખનમાં મુઘલ શૈલીની અસર સ્પષ્ટ જોવા મળે છે. વસ્ત્રાભૂષણ અને પાત્રોનાં અંગ-ઉપાંગેના આલેખનમાં રાજસ્થાની શૈલીના અંશે પણ સચવાયેલા જોવા મળે છે. આ પિથીનું વરાહ-અવતારનું ચિત્ર અહીં આપેલું છે (આ. ૬૧) આ ચિત્રમાં બંને બાજુએ કેળ અને આમ્રવૃક્ષનું આલેખન કરવામાં આવ્યું છે. ચિત્રની વચમાં ભગવાન વિષ્ણુ વરાહ-- અવતાર સ્વરૂપે નજરે પડે છે. ભગવાનના ચાર હાથમાં શંખ, ગદા, ચક્ર અને પદ્મ જોવા મળે છે. એમણે માથા ઉપર પંખા આકારનો સોનેરી મુકુટ ધારણ કર્યો છે. ગળામાં મોતીની માળા પહેરેલી છે. એમના ચારેય હાથમાં કડાં અને પગમાં તેડા પહેર્યા છે. એમનું ધડ મનુષ્યનું અને માથું વરાહનું છે, એમણે અણુદાર દંતશૂળ ઉપર એક ગેળ પાત્ર ધારણ કરેલું દેખાય છે જેમાં એક સ્ત્રી બેઠેલી છે જે પૃથ્વી છે. પૌરાણિક કથા અનુસાર હિરણ્યાક્ષ રેયના ત્રાસમાંથી પૃથ્વીને ઉગારવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો હતો. આ પૌરાણિક પ્રસંગને ગુજરાતના કલાકારે આ પિથીમાં ભાવપૂર્વક આલેખ્યો છે. ભગવાન વરાહનું આલેખન કલાકારે ગતિમય કર્યું છે. એમના પગ નીચે વધ કરાયેલ દય હિરણ્યાક્ષ બતાવ્યો છે, જેનું મેં શિંગડાવાળા પશુનું અને ધડ મનુષ્યનું છે. વરાહ ભગવાનની આસપાસ બે ચારધારી સેવકે છે. એમનાં વસ્ત્રાભૂષણના, આલેખનમાં રાજસ્થાની ચિત્રશૈલીની છાયા સ્પષ્ટ દેખાય છે. એમની માથાની પાઘડીઓ વિશેષ નેંધપાત્ર છે. ચિત્રની જમણી બાજુએ નદીને વહેતો પ્રવાહ. ગતિમય રેખાઓ દ્વારા બનાવાયો છે. નદીના પાણીમાં ખીલેલાં કમળ સ્પષ્ટ જોઈ શકાય છે. ચિત્રની ઉપરના ભાગમાં સફેદ રંગની પટ્ટી દ્વારા કલાકારે આકાશનું આલેખન કર્યું છે. આ ચિત્રનું સમગ્ર આયોજન અત્યંત ભાવવાહી અને કલાત્મક છે. પૌરાણિક કથા પ્રસંગને કલાકારે રંગ અને રેખાના મૃદુ આલેખન દ્વારા વાસ્તવિક બનાવવા સફળ પ્રયત્ન કર્યો છે. આ કાલમાં ચિત્રિત. થયેલી વૌષ્ણવ થિીઓના ચિત્રો પૈકી આ ચિત્ર ગુજરાતી કલાને ઉત્તમ નમૂને પૂરો પાડે છે તેમ નિશંક કહી શકાય
વૈષ્ણવ સંપ્રદાયની ચિત્રિત પોથીઓ ઉપરથી ગુજરાતના સમાજ જીવનમાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારને કે મહિમા હશે તેને ખ્યાલ આવે છે. બાલ ગોપાલ સ્વરૂપે કૃષ્ણનું ચરિત લેકેમાં ઘણું લોકપ્રિય બન્યું હશે તેમ કહી શકાય.